Monday, February 24, 2025
HomeGujaratAhmedabadત્રણ વર્ષથી બંધ વિવાદામાં હાટકેશ્વર બ્રિજ એક તરફ નમી ગયો!

ત્રણ વર્ષથી બંધ વિવાદામાં હાટકેશ્વર બ્રિજ એક તરફ નમી ગયો!

Date:

spot_img

Related stories

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન...

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં...

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા...

કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર: દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી...

ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે....

અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની ત્રિમાસિક બેઠક મંડળ રેલ...

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...
spot_img

Hatkeshwar Flyover Bridge Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટાચારનું પ્રતિક બનેલા વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજ એટલે કે છત્રપતિ શિવાજી મહારાજ ફ્લાય ઓવર બ્રિજ ત્રણ વર્ષથી વાહન વ્યવહાર માટે બંધ છે. હવે આ બ્રિજ પર ગાબડાંની સંખ્યા વધી હોવાની અને બ્રિજ થોડો નમી ગયો હોવાના સમાચાર વહેતા થયા છે. આ ઉપરાંત લોકોને નીચેથી પસાર થવામાં સાવચેત રહેવાના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. બીજી તરફ આ બ્રિજ તોડીને નવો બનાવવા માટે ચોથી વખત બહાર પાડવામાં આવેલું ટેન્ડર પણ માત્ર એક જ પાર્ટીએ ભર્યું છે. માટે નજીકના ભવિષ્યમાં બ્રિજને લગતો કોઈ મહત્ત્વનો નિર્ણય થાય તેવા કોઈ સંકેતો નથી.

રાજસ્થાનની એક પાર્ટીએ જ ટેન્ડર ભર્યું : હાટકેશ્વર બ્રિજ નીચેથી ૫સાર થવાના બદલે બીજા રૂટ પસંદ કરવાની લોકોને સલાહ આપતા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. અગાઉ 40 કરોડ રૂપિયાથી વધુની રકમના ખર્ચે બનેલો હાટકેશ્વર બ્રિજ ગણતરીના વર્ષોમાં જ બિનઉપયોગી બની ગયો છે. બ્રિજ પર પડેલા ગાબડાંના લીધે જોખમી સ્થિતિ સર્જાતા આ બ્રિજ વાહન વ્યવહાર માટે ત્રણ વર્ષથી બંધ કરાયો છે. હવે 52 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ તોડીને નવો બનાવવા માટે વારંવાર ટેન્ડરો બહાર પાડવામાં આવે છે. પરંતુ કામગીરી કરવા માટે કોઈ એજન્સી તૈયાર થતી નથી. અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા ચોથી વખત બહાર પાડવામાં આવેલા ટેન્ડરમાં રાજસ્થાનની એક પાર્ટીએ જ ટેન્ડર ભર્યું છે. ત્રીજી વખતના પ્રયાસમાં પણ આવી રીતે એક જ પાર્ટી આવી હતી. જેણે ટેકનિકલ કાગળો રજૂ ન કરતા ટેન્ડર મંજૂર કરાયું નહોતું.

બ્રિજનો વાહન પાર્કિંગ તરીકે ઉપયોગ : અમદાવાદ મ્યુનિસિપલને કોઈ એજન્સી કામગીરી માટે મળતી નથી, તો બીજી તરફ બ્રિજ પર ગાબડાંની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. હાલ આ બ્રિજનો વાહન પાર્કિંગ તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. બ્રિજ પર મ્યુનિસિપલની કચરો એકત્ર કરવાની લારીઓના ઢગલા પણ કરાયા છે. સોશિયલ મીડિયામાં વહેતી થયેલા મેસેજ અનુસાર સીટીએમથી ખોખરા તરફ જતા ડાબી બાજુનો બ્રિજ થોડો નમી ગયો છે. જો કે, આ વાતમાં કેટલું તથ્ય છે? તે અંગે મ્યુનિ.ના અધિકારીઓ ફોડ પાડતા નથી. પરંતુ સોશિયલ મીડિયામાં લોકોને બ્રિજ નીચેથી પસાર થવાનું ટાળવા અપિલ કરાઈ રહી છે. વૈકલ્પિક રૂટ તરીકે મણિનગર અથવા ખોખરાથી પસાર થવાની લોકોને સલાહ અપાઈ રહી છે.

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન...

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં...

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા...

કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર: દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી...

ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે....

અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની ત્રિમાસિક બેઠક મંડળ રેલ...

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here