ભારતીય ટીમની પ્રથમ ઈનિંગ 438 રન પર સમેટાઈ
વિરાટ કોહલીની ટેસ્ટમાં 29મી અને ઇન્ટરનેશનલ કરિયરની 76મી સદી ફટકારી

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રિનિદાદના ક્વીન્સ પાર્કમાં બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. બીજી ટેસ્ટના બીજા દિવસે ભારતીય ટીમની પ્રથમ ઇનિંગ 438 રન પર સમાપ્ત થઈ હતી. આ પછી વેસ્ટ ઈન્ડિઝે પણ મજબૂત શરૂઆત કરી હતી. બીજા દિવસની રમતના અંતે વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર એક વિકેટના નુકસાને 86 રન હતો.