શ્રીનગર:
દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લા ખાતે શનવિરો પથ્થરબાજોએ સેના પર હુમલો કર્યો હતો. જેમાં વળતા જવાબમાં સેના દ્વારા ફાયરિંગ કરવામાં આવતા ત્રણ નાગરિકોના મોત થયા છે અને પાંચ ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. પથ્થરનો જવાબ બુલેટ, 3 આતંકીને ઢાળી દીધા, સેનાને સનવિલા સમાચાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન.
કુલગામ જિલ્લાના રેડવણી ગામમાં સેના સર્વે કરી રહી હતી ત્યારે સ્થાનિકોએ પથ્થરમારો કર્યો હતો. વળતા જવાબમાં સેનાએ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી જેમાં શકિર અહેમદ ખાંડેય, ઈર્શાદ મજીદ તેમજ એક સગીર બાળકીના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા. સ્થાનિકોએ જણાવ્યું કે કેટલાક અજાણ્યા શખ્સોએ પેટ્રોલ પાર્ટી પર પથ્થર મારો કર્યો ત્યારે પોલીસે ગોળીબાર કરવાનું શરૂ કર્યું હતું.
આ અંગે સેનાના પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ જણાવ્યું કે, ‘અમે ફક્ત ફરજ પરના અધિકારીઓ પાસેથી માહિતી મેળવી રહ્યા હતા.’ નજરકેદ કરાયેલા હુર્રિયતના નેતા મિરવાઈઝ ઉમર ફારૂકે ટ્વીટર પર આ મુદ્દે જણાવ્યું કે, સેનાએ દેખાવકારોને તોફાની તત્વો સમજીને અંધાધૂધ ગોળીબાર કર્યો હતો. ત્રણ નાગરિકોના મોતને પગલે સત્તાધીશોએ અગમચેતીના રૂપે મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધે છે.
હિઝબુલના કમાંડર બુરહાન વાનીની હત્યાની બીજી વર્સી પૂર્વે કાશ્મીરમાં તોફાનો ના થાય તે માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ત્રાલ વિસ્તારમાં લોકોને પોતાનું ઘર છોડીને નહીં જવા આદેશ અપાયો છે.