અતિભારે વરસાદને લઇને રેલવે તંત્ર દ્વારા અગમચેતીના પગલા : સૌરાષ્ટ્ર એક્સપ્રેસ રદ કરાયા બાદ ફરીથી શરૂ
અમદાવાદ, તા.૫
દક્ષિણ ગુજરાત અને વડોદરામાં ભારે વરસાદને કારણે હજુ પણ પાણી ઉતર્યા નથી. આ કારણે રેલ વ્યવહારને ભારે અસર થઇ છે. દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદને લઇ મોટાભાગના પંથકો અને વિસ્તારોમાં જળબંબાકારની Âસ્થતિ હોઇ ટ્રેક પર પાણી ભરાયેલા હોવાથી ટ્રેન પસાર કરવામાં જોખમ હોઇ પશ્ચિમ રેલવેએ છથી વધુ ટ્રેન રદ કરી નાખી છે, જ્યારે ચાર અંશતઃ રદ તેમજ ઘણી ટ્રેનના રૂટ ડાઇવર્ટ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર એક્સપ્રેસ પહેલા રદ કરવામાં આવી હતી પણ પછી નિર્ણય ફેરવી તેને પોતાના નિયત સમય અને રૂટ મુજબ ચાલુ રાખવામાં આવી છે. રેલ્વે તંત્રના નિર્ણય મુજબ, ટ્રેન નં. ૨૨૯૨૪ હમસફર એક્સપ્રેસ, ૧૨૨૬૮ રાજકોટ-મુંબઇ દુરંતો, ૨૨૯૪૫ સૌરાષ્ટ્ર મેલ, ૧૨૨૬૭ મુંબઇ રાજકોટ દુરંતો અને ૧૯૨૧૭ બાંદ્રા-જામનગર સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ રદ કરવામાં આવી છે, જ્યારે ટ્રેન નં. ૨૨૯૪૬ ઓખા મુંબઇ સૌરાષ્ટ્ર મેલ અને જામનગર બાંદ્રા સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અમદાવાદ સુધી અટકાવી પરત મોકલી દેવાઈ છે. ૨૨૯૯૨ વેરાવળ બાંદ્રા એક્સપ્રેસ વડોદરા જ અટકાવી દેવાઈ છે અને ટ્રેન નં.૨૨૯૮૯ તરીકે બાન્દ્રા મહુવા એક્સપ્રેસ તરીકે આજે ઉપડી છે. ટ્રેન નં.૧૬૬૧૩ રાજકોટ-કોઇમ્બતુર એક્સપ્રેસ સુરત-ઉધના-જલગાઉના રૂટ પર ડાઇવર્ટ કરી દેવાઈ છે. ૧૨૯૦૫ પોરબંદર હાવડા એક્સપ્રેસ વડોદરા-ગોધરા-રતલામ-ભોપાલના રૂટ પર જ્યારે ટ્રેન નં. ૨૨૯૩૭ રાજકોટ-રેવા એક્સપ્રેસ વડોદરા-ગોધરા- રતલામ અને ભોપાલના રૂટ પર ડાઇવર્ટ કરાઇ છે. આમ, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદને લઇ એસટી અને બસ વ્યવહારની સાથે સાથે રેલ વ્યવહારને પણ અસર પહોંચી છે.