Monday, February 24, 2025
HomeGujaratAhmedabadદરબારોએ દલિતને વરઘોડો કાઢતા રોક્યો, આખરે પોલીસ બંદોબસ્તમાં નીકળી જાન

દરબારોએ દલિતને વરઘોડો કાઢતા રોક્યો, આખરે પોલીસ બંદોબસ્તમાં નીકળી જાન

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

હજુ થોડા દિવસો પહેલા જ સોશિયલ મીડિયા પર વીડિયો વહેતો થયો હતો જેમાં દરબારની જેમ ડ્રેસઅપ કરનાર દલિત યુવકને માર મારવામાં આવ્યો હતો. હવે આજ દલિત સમાજના વરરાજાને લગ્ન દરમિયાન વરઘોડામાં ઘોડા પરથી ઉતરવાની ફરજ પાડવામાં આવી હતી. ગાંધીનગરના માણસા તાલુકાના પારસા ગામ ખાતે આ બનાવ બન્ય હતો.અહેવાલો મુજબ રજપૂત સમાજના કેટલાક યુવકો આટલેથી જ નહોતા અટક્યા પણ તેમણે ઘોડાના માલિકને પણ પરિણામ ભોગવવાની ધમકી આપી હતી. તેમજ વરઘોડમાં વાગતા ડીજે મ્યુઝિકને પણ બંધ કરાવી દીધું હતું. જોકે આ મામલે હજુ સુધી કોઈ FIR નોંધવામાં આવી નથી. જ્યારે જિલ્લા તંત્ર આ બનાવમાં શાંતિપૂર્ણ ઉકેલ આવે તે માટે પ્રયાસરત હોવાનું કહેવામાં આવી રહ્યું છે.વરરાજાના સગાસંબંધીઓ મુજબ રવિવારે બપોરે જ્યારે પ્રશાંત ચમાર નામના વ્યક્તિની જાન પારસા ગામમાં પ્રવેશી અને વરઘોડો નીકળ્યો ત્યારે કેટલાક રજપૂત સમાજના યુવાનો અચાનક આવ્યા અને વરરાજા તેમજ તેના પરિવારને ધમકાવ્યા હતા. તેમણે કહ્યું કે ઘોડા પર બેસવાનો અધિકાર ફક્ત દરબાર સમાજને જ છે.જ્યારે ચમારના પિતરાઈ ભાઈ અશ્વિન સોલંકીએ અમારા સહયોગી અમદાવાદ મિરરને જણાવ્યું ‘જ્યારે અમારો વરઘોડો ગામમાં પ્રવેશી રહ્યો હતો ત્યારે કેટલાક રજપૂત સમાજના યુવાનો ત્યાં આવ્યા અમને ધમકી આપી હતી. આ સાથે જ ઘોડાવાળાને તમાચો મારીને તાત્કાલીક જતુ રહેવા કહ્યું હતું નહીંતર તેના અને તેના ઘોડાના પગ ભાંગી નાખવાની ધમકી પણ આપી હતી. તેમજ ડીજે જે વાહનમાં હતું તેને પણ બાળી નાખવાની ધમકી આપી હતી.’જેથી ત્યાં હાજર રહેલા લોકોએ પોલીસને મદદ માટે કોલ કરતા તાત્કાલીક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વરઘોડાને પોલીસ પ્રોટેક્શન પૂરુ પાડ્યું હતું. માણસા પોલીસ સ્ટેશનના પીઆઈ પી.જે. પટેલે કહ્યું કે ‘તેમણે અમને બપોરે ફોન કર્યો હતો અને અમે તત્કાળ એક્શન લેતા ઘટનાસ્થળે દોડી ગયા હતા. જોકે અમે પહોંચ્યા ત્યાં સુધીમાં કથિત ધમકી આપનારા યુવાનો નાસી છૂટ્યા હતા.’ જોકે આ મામેલ જિગ્નેશ મેવાણીએ પણ તક સાધી ફરી એકવાર રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા હતા.પોલીસના SC/ST સેલના ડી.વાય.એસ.પી. રાજેશ ભાવસારે કહ્યું કે ‘અમે ચાર કાર અને 30 જવાનોનું વરઘોડાને રક્ષણ આપ્યું હતું અને સમગ્ર વરઘોડા દરમિયાન હું પણ ખુદ પીઆઈ અને પીએસઆઈ સાથે ત્યાં હાજર રહ્યો હતો.’ જ્યારે સોલંકીએ કહ્યું કે, ‘કલેક્ટર, ડીવાયએસપી અને સરપંચ બધા જ અમારી મદદે આવ્યા હતા. તેમજ તેમણે વિધિવત વરઘોડો કાઢવા માટે અમે જણાવ્યું હતું અન ઘોડાવાળાને પણ પરત બોલાવ્યો હતો. આ સાથે જ આવા તત્વો ફરી અમને રંજાળે નહીં તે માટે પણ પૂરતી તકેદારી રાખી હતી.’આ અંગે ગાંધીનગર જિલ્લા કલેક્ટર એસ.કે. લાંગાએ કહ્યું કે, ‘ઘટનામાં તમામ સંબંધિત પક્ષો વચ્ચે બેઠક કરવામાં આવી હતી. જેના કારણે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી. અમે આ પારસા ખાતે દરેક સમાજ વચ્ચે શાંતિ અને સુમેળ જળવાઈ રહે તેવું ઇચ્છીએ છીએ. તેમજ અમે દરેકને ભવિષ્યમાં કોઈપણ જાતના આવા પગલા ન લેવા માટે કડક સૂચના આપી છે.’

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img