પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં સોમવારે સવારે લગભગ 9 વાગ્યે એક માલગાડીએ કંચનજંગા એક્સપ્રેસ (13174)ને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતમાં કંચનજંગા એક્સપ્રેસના 3 ડબ્બાને ભારે નુકસાન થયું હતું. અત્યાર સુધીમાં બે લોકો પાઇલટ અને એક ગાર્ડ સહિત 15 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 60 લોકો ઘાયલ છે. ગેસકટર વડે ડબ્બા કાપીને લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે એક્સપ્રેસ ટ્રેનનો એક કોચ માલગાડીના એન્જિન પર હવામાં લટકી ગયો હતો. જ્યારે અન્ય બે કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. NDRF અને SDRF સહિત રેલવે અને બંગાળના અધિકારીઓ પણ બચાવ કાર્યમાં લાગેલા છે. કંચનજંગા એક્સપ્રેસ પશ્ચિમ બંગાળના અગરતલાથી સિયાલદહ જઈ રહી હતી. રેડ સિગ્નલના કારણે એક્સપ્રેસ ટ્રેનને સિલિગુડીના રંગપાની સ્ટેશન પાસે રૂઈધાસા ખાતે રોકી દેવામાં આવી હતી. આ દરમિયાન પાછળથી આવી રહેલી માલગાડીએ ટક્કર મારી હતી. એવી આશંકા છે કે માલગાડીના પાઈલટે સિગ્નલની જોયું નહીં હોય, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. આશંકા છે કે માલગાડીના પાઇલટે સિગ્નલની અવગણના કરી હતી, જેના કારણે આ દુર્ઘટના ઘટી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે એક્સપ્રેસ ટ્રેનનો એક ડબ્બો માલગાડીના એન્જિન પર ચડી ગયો હતો. જ્યારે અન્ય બે કોચ પાટા પરથી ઊતરી ગયા હતા.
PM મોદીએ મૃતકો પર દુઃખ વ્યક્ત કરતા તેમના પરિવારજનો માટે સહાયની જાહેરાત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે પશ્ચિમ બંગાળમાં ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનને વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2-2 લાખ રૂપિયા સહાય આપવામાં આવશે. જ્યારે ઘાયલોને 50-50 હજાર રૂપિયા આપવામાં આવશે.