નવીદિલ્હી, તા. ૨૪
દેશમાં હજુ સુધી સામાન્યથી ૧૯ ટકા ઓછો વરસાદ થયો છે. જળશક્ત મંત્રાલયના આંકડાના જણાવ્યા મુજબ પહેલી જૂનથી ૨૨મી જુલાઈ સુધીના આંકડા દર્શાવે છે કે, મધ્યપ્રદેશમાં ૧૩, રાજસ્થાનમાં ૨૦, છત્તીસગઢમાં ૭, બિહારમાં એક અને દિલ્હીમાં ૬૪ ટકા ઓછો વરસાદ રહ્યો છે. અલબત્ત સરકારે સ્પષ્ટતા કરી છે કે, હજુ દુકાળ જેવી Âસ્થતિ દેખાઈ રહી નથી. ભારતીય હવામાન વિભાગના કહેવા મુજબ બુધવારના દિવસે વરસાદની શરૂઆત થઇ ચુકી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ સહિત દિલ્હી, હરિયાણા, ઉત્તરપ્રદેશમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કારણ કે, મકાઈના પાકને લઇને ખેડૂતો ચિંતાતુર બનેલા છે. બાંસવાડામાં મોનસુનની એન્ટ્રી પુરતા પ્રમાણમાં થઇ નથી. ખેડૂતો મોનસુની વરસાદ ઉપર સંપૂર્ણપણે આધારિત થયેલા છે જેથી વરસાદ નહીં થવાના કારણે અસરગ્રસ્તોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. રાજસ્થાનમાં ૨૦ ટકા સુધીનો ઓછો વરસાદ નોંધાયો છે. દિલ્હીમાં ૬૪ ટકા સુધી ઓછો વરસાદ નોંધાયો છે.