જો કે આ ઘટાડો ઘરેલુ ગેસ સિલિન્ડરમાં કરવામાં આવ્યો નથી
આજથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો
આજથી નવું નાણાકીય વર્ષ શરૂ થયું છે. આ નવા નાણાકીય વર્ષમાં જ સામાન્ય માણસને રાહત આપતા સમાચાર આવ્યા છે. આજે એલપીજીના ભાવમાં ઘટાડો થયો છે. જો કે આ ઘટાડો ઘરેલુ ગેસ સિલિન્ડરમાં કરવામાં આવ્યો નથી પણ કોમર્શિયલ સિલિન્ડરમાં કરવામાં આવ્યો છે. આજે કોમર્શિયલ સિલિન્ડરમાં રુપિયા 92 જેટલો ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે. આજથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આજે દિલ્હીથી પટના અને અમદાવાદથી અગરતલા સુધી એલપીજી સિલિન્ડર લગભગ 92 રૂપિયા સસ્તો થયો છે. નવા દરો આજથી જ લાગુ કરવામાં આવ્યા છે. એલપીજીના દરમાં આ રાહત માત્ર કોમર્શિયલ સિલિન્ડરના ગ્રાહકોને આપવામાં આવી છે. 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ પહેલા ગયા મહિને 1 માર્ચના રોજ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 350 રૂપિયાથી વધુનો વધારો કરવામાં આવ્યો હતો. ઘરેલુ એલપીજી સિલિન્ડરના દરમાં 8 મહિના પછી 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 91.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની નવી કિંમત 2,028 રૂપિયા થશે. જોકે ઘરેલુ ગેસના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પેટ્રોલિયમ કંપનીઓ દર નવા મહિનાની પહેલી તારીખે LPG, ATF, કેરોસીન તેલ વગેરેની કિંમતોની સમીક્ષા કરે છે અને તેના ભાવમાં ફેરફાર કરે છે.