પ્લાન્ટ ખાતે આગ લાગી ત્યારે મોટી સંખ્યામાં લોકો કામ કરી રહ્યા હતા ઃ બે કિમી વિસ્તારને ખાલી કરાવવા ફરજ
મુંબઇ,તા. ૩
નવી મુંબઇના ઉરણ Âસ્થત ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનના ગેસ પ્લાન્ટમાં આજે સવારે પ્રચંડ આગ ફાટી નિકળતા ઓછામાં ઓછા સાત લોકો ભડથુ થઇ ગયા છે. અનેક લોકો આગની ઘટનામાં દાજી પણ ગયા છે. બનાવની જાણ થતા તમામ સંબંધિત લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. દાજી ગયેલા લોકોને તાત્કાલિક હોÂસ્પટલમાં ખસેડી દેવામાં આવ્યા હતા. ભીષણ આગની ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. કેટલાક લોકો અંદર ફસાયા બાદ તેમને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આગની ઘટના બન્યા બાદ પોલીસે સાવચેતીના પગલારૂપે બે કિલોમીટર સુધીના વિસ્તારમાં રહેતા લોકોને દુર ખસેડી લીધા હતા. દાજી ગયેલા લોકોને હોસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હેવાલ મુજબ સવારે સાત વાગે નવી મુંબઇÂસ્થત ઓએનજીસી પ્લાન્ટના કોલ્ડ સ્ટોરેજમાં આગ લાગી હતી. ચારેબાજુ આગના ધુમાડા જાવા મળ્યા હતા. આગની જ્વાળાઓને જાઇને લોકોમાં વ્યાપક દહેશત ફેલાઇ ગઇ હતી. આગ ફાટી નિકળ્યાની ઘટના બાદ ઓએનજીસી, દ્રોણાચાર્ય, જેએનપીટી, પનવેલ, અને નેરૂલ ખાતેથી ફાયરની ટુકડી પહોંચી ગઇ હતી.
નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે આજે સવારે ઉરણના ઓએનજીસી પ્લાન્ટમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજમાં આગ લાગી હતી. ઓયલ પ્રોસેસિંગમાં કોઇ અસર થઇ નથી. ગેસને હજીરા પ્લાન્ટમાં ડાયવર્ટ કરવાનો તરત નિર્ણય કરવામાં આવ્યો હતો. પ્લાન્ટની અંદર એલપીજી ગેસ હોવાના કારણે આગ વધી ગઇ હોવાના હેવાલ મળ્યા છે. આસપાસના વિસ્તારોને ખાલી કરાવી લેવામાં આવ્યા છે.આગ લાગવાના કારણ અંગે તપાસ કરવામાં આવી રહી છે.