Saturday, March 7, 2026
HomeGujaratAhmedabadનારોલમાં બાઇકની ટક્કરે બે જોડિયા ભાઇઓના મોત

નારોલમાં બાઇકની ટક્કરે બે જોડિયા ભાઇઓના મોત

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

નારોલ-લાંભા રોડ પર ગત મોડી રાત્રે અજાણ્યા બાઇકસવારે બે જોડિયા ભાઇઓને ટક્કર મારતા બન્ને ભાઇઓને ગંભીર ઈજા પહોંચી હતી. જો કે, ઘટનાના અડધો કલાક બાદ પણ પોલીસ કે 108 સમયસર ન પહોંચતા બાળકોને રિક્ષામાં એલ.જી. હોસ્પિટલે પહોંચડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ અંગે નારોલ પોલીસે બાઇકચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નારોલ ગામ નજીકની ધરતી સોસાયટીમાં ઘનશ્યામભાઇ ઇનામી રહે છે. તેમના 10 વર્ષનાં જોડિયા બાળકો લવ અને કુશ તેમની માતા સાથે લાંભા ગામના વળાંક પાસેથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન સામેથી આવી રહેલા બાઇકચાલકે સંતુલન ગુમાવતા લવ-કુશને અડફેટે લેતાં તેમને ગંભીર ઈજા થઈ હતી. જ્યારે તેમની માતાને નજીવી ઈજા થઈ હતી. અકસ્માત બાદ બાઈકસવાર ઘટના સથળથી ફરાર થઇ ગયો હતો. આ ઘટના નજરે જોનારા લોકોના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં બાઇકસવારને પણ ઈજા થઈ હતી. જોકે તે બાઇક ઊભું કરી તુરંત જ નાસી ગયો હતો.આ ઘટનાને લઇ કેટલાક લોકોએ બાઇક સવારનો પીછો કર્યો હતો, પરંતુ તે ભાગી જવામાં સફળ રહ્યો હતો. બીજી બાજુ ઈજા પામેલા લવ અને કુશને એમ્બ્યુલન્સ સમયસર ન આવતા બાળકોને તાત્કાલિક રિક્ષામાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે ત્યાં તબીતે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકોના પિતા ઘનશ્યામભાઇ ઇનામી રજસ્થાનના વતની છે અને અહીં તેઓ છૂટક મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે ધોરણ-5માં અભ્યાસ કરતા બંને ભાઈઓ માતાની સાથે રમતાં રમતાં જઈ રહ્યાં હતાં. એવામાં અચાનક આ અકસ્માતથી માતા સહિત પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here