
મુંબઇ,તા. ૨૮
નોરા ફતેહી અને વિકી કોશલ હવે એક મ્યુઝિક વિડિયોમાં સાથે કામ કરી રહ્યા છે. આ મ્યુઝિક વિડિયોની ચારેબાજુ ચર્ચા જાવા મળી રહી છે. બંનેની કેમિસ્ટ્રી સાથે દેખાઇ રહ્યા છે. હકીકતમાં નોરા ફતેહી અને વિકી કોશલ ભુષણ કુમારના એક મ્યુઝિક વિડિયોમાં નજરે પડી રહ્યા છે. આમાં બંને સાથે રોમાન્સ કરતા દેખાઇ રહ્યા છે. આ મ્યુઝિક વિડિયો એકસ્ટ્રા મેરિટલ અફેયર અને પ્રેમ પર આધારિત છે.

આ સોંગ સફળ રહ્યા બાદ પાર્ટીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ખુબસુરત નોરા ફતેહીને મુશ્કેલીનો સામનો એ વખતે કરવો પડ્યો હતો જ્યારે તેની શોર્ટ ડ્રેસ નિર્ણાયક સમય પર સરકી ગઇ હતી. અરિજિત સિંહ દ્વારા ગાવવામાં આવેલા આ ગીતને માત્ર છ દિવસની અંદર ૩૮ લાખ લોકો નિહાળી ચુક્યા છે. આની સફળતાની પાર્ટી યોજવામાં આવી હતી. આ પાર્ટીમાં નોરાની સાથે ખરાબ અને શરમજનક ઘટના બની ગઇ હતી. કારણ કે છેલ્લી ઘડી પર પ્રેસ કોન્ફરન્સ વેળા જ સ્ટાર્સ ગીતને લઇને માહિતી આપી રહ્યા હતા.

તેઓએ આ મ્યુઝિક માટે કેમ હા પાડી તેની વાત પણ થઇ રહી હતી. આ જ ક્રમ પર નોરાને સ્ટેજ પર બડા પછતાઓગે ગીત પર પરફોર્મ કરવાની જરૂર હતી. નોરાએ એ વખતે પિન્ક કલરની ડ્રેસ શોર્ટ પહેરેલી હતી. નોરાએ જેમ જ વિકીનો હાથ પકડીને ડાન્સ કરવાની શરૂઆત કરી ત્યારે તેની ડ્રેસ પાછળથી ખુબ ઉપર સરકી ગઇ હતી. જા કે વિડિયોમાં જાઇ શકાય છે કે નોરાને તરત જ આની માહિતી મળી ગઇ હતી. નોરાએ પોતાના હાથથી ડ્રેસને વ્યવસ્થત કરવાના પ્રયાસ કર્યા હતા. ત્યારબાદ નોરા તરત જ સીધી થઇ ગઇ હતી. અને વિકી કોશલ પાસે જઇને ઉભી રહી હતી. વિડિયો ખુબ જ ઇમોશનલ છે.