Sunday, March 8, 2026
HomeIndiaપટણામાં બદમાશોએ ભાજપ નેતાની ઘરની સામે ગોળી મારી હત્યા કરાતા હડકંપ

પટણામાં બદમાશોએ ભાજપ નેતાની ઘરની સામે ગોળી મારી હત્યા કરાતા હડકંપ

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

બિહારની રાજધાની પટણામાં ભાજપના નેતાની ગોળી મારી હત્યા કરવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ ઘટના પટણા સિટીના આલમગંજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બજરંગપુરી વિસ્તારમાં બની હતી. પોલીસ તપાસમાં જાણકારી મળી કે ભાજપ નેતા અજય શાહને ગત રાતે 10 વાગ્યાની આજુબાજુ તેમના ઘરની નજીકમાં જ ગોળી ધરબી દેવામાં આવી હતી. અજય ભાજપના પટણા જિલ્લાના મહામંત્રી હતા. ઘરની નજીકમાં જ તેઓ દૂધનું પાર્લર ચલાવતા હતા.

બદમાશોએ પાર્લરમાં જ ગોળી ધરબી દીધી :

બદમાશોએ જે સમયે તેમને ગોળી મારી તે સમયે અજય તેમના પાર્લર પર જ બેઠાં હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી ગોળી મારી ફરાર થઈ ચૂકેલા હત્યારાઓને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે કહ્યું કે આ હત્યા કયા કારણોસર થઈ તે અંગે હજુ કારણ અકબંધ છે. અમે પરીવારના સભ્યોના નિવેદન લઇને દરેક એંગલથી તપાસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. એફએસએલની ટીમને પણ ઘટનાસ્થળે બોલાવી લેવામાં આવી છે. ઘટનાસ્થળની મુલાકાત વખતે એએસપી શરથ આર.એસે જણાવ્યું કે પ્રાથમિક અહેવાલો અનુસાર બે બદમાશો અજયના પાર્લર પર આવ્યા હતા. તે સમયે કોઈ કહાસુણી થઇ હોવાના દાવા થઇ રહ્યા છે અને આ દરમિયાન જ ફાયરિંગની ઘટના બની હતી.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here