વર્ષ 2003માં લગ્ન થયા તે પછી પતિના ધંધાકીય કૌશલ્યની નિષ્ફળતા છતી થઈ. આ પછીના વર્ષોમાં પતિએ બેન્કમાંથી પત્નીના નામે લોન લઈને અલગ અલગ ત્રણ – ત્રણ કંપનીઓ ખોલી. આ કંપનીઓ પણ ન ચાલી અને ચેક રિર્ટન થતાં કોર્ટ કાર્યવાહીનો વખત આવ્યો. આ ઘટનાક્રમ વચ્ચે બે પુત્રી મોટી થઈ રહી હતી તે સાથે ગૃહકંકાસનો સિલસિલો શરૂ થયો. લોનના બાકીદાર તરીકે કોર્ટના ધક્કા ઉપરાંત પતિ અને સાસુ-સસરાના અસહકાર સાથે ત્રાસથી પરેશાન થઈ ગયેલી પત્નીએ આખરે સેટેલાઈટ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સમાધાન સાથે બદલાવના પ્રયાસો પણ નિષ્ફળ રહ્યાં. બ્રેઈન સ્ટ્રોકનો ભોગ બનેલાં પતિએ ડિવોર્સ પેપર ફાઈલ કરતાં આખરે પત્નીએ ફરિયાદ નોંધાવી છે.સેટેલાઈટ વિસ્તારમાં રહેતા 42 વર્ષના બીજલબહેન નામના પરિણીતાએ પતિ નિષીત તૈલી ઉપરાંત સાસુ અને સસરા સામે સેટેલાઈટ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે, વર્ષ 2003માં લગ્ન થયા ત્યારે પ્લાસ્ટીક દાણા બનાવવાનો શેડ ધરાવતા પતિ નિષીત તૈલી હાલમાં મીનરલ વોટર પ્લાન્ટ ચલાવે છે. સેટેલાઈટ વિસ્તારમાં રહેતા 42 વર્ષના બીજલબહેન નામના પરિણીતાએ પતિ નિષીત તૈલી ઉપરાંત સાસુ અને સસરા સામે સેટેલાઈટ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે, વર્ષ 2003માં લગ્ન થયા ત્યારે પ્લાસ્ટીક દાણા બનાવવાનો શેડ ધરાવતા પતિ નિષીત તૈલી હાલમાં મીનરલ વોટર પ્લાન્ટ ચલાવે છે.
નવો ધંધો ચાલુ કરવા પત્નીના નામે લોન લીધી :
લોન સમયસર ભરપાઈ ન થવાથી બન્ને કંપનીની લોન એન.પી.એ. થઈ હતી. કંપની બીજલબહેનના નામે હતી અને ચેક રિટર્ન થતાં કંપની ઉપર ચેક રિટર્નના કેસો થયા હતા. આ અંગેની જાણ બેન્ક મેનેજર દ્વારા બે-ત્રણ વર્ષ અગાઉ જ થઈ હતી.
ચેક રિટર્ન થતાં પત્ની પર કેસ :
કંપની પોતાના નામે હોવાથી ચેક રિટર્ન બાબતે બીજલબહેન વાત કરતાં તો પતિ, સાસુ અને સસરાએ તારા બધા દાગીના આપી દે તેમ કહી દાગીના ઉતરાવી લીધા હતા અને બધી બચત પણ લઈ લીધી હતી. આ પછી હજુ બીજા પૈસા ભરવાના બાકી છે તેમ કહીને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની જાણ બીજલબહેને માતા- પિતાને કરી હતી.