નવી દિલ્હી, તા.૮૫
કલમ ૩૭૦ને દૂર કરવામાં આવ્યા બાદ પરેશાન થયેલા પાકિસ્તાનની આજે ભારત સરકાર દ્વારા જારદાર ઝાટકણી કાઢવામાં આવી હતી. કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે, સૌથી મોટી આશંકા અમને અમારા પડોશી દેશને લઇને રહે છે.રાજનાથે અહીં સુધી કહ્યું હતું કે, પાકિસ્તાન જેવું પડોશી દેશ કોઇને પણ મળવું જાઇએ નહીં. પરેશાન થયેલા પાકિસ્તાને બુધવારના દિવસે ભારત સાથેના રાજકીય સંબંધોને ખતમ કરવાની જાહેરાત કરી હતી. દ્વિપક્ષીય સંબંધોને ખતમ કરવાની જાહેરાત કરી હતી. આ મામલામાં પોતાની પ્રતિક્રિયા આપતા રાજનાથસિંહે કહ્યું હતું કે, સૌથી મોટી આશંકા પડોશી દેશને લઇને રહે છે. બીજી બાજુ પાકિસ્તાને રાજદ્વારી સંબંધો તોડી નાંખવાના એક પછી એક નિર્ણય કર્યા છે. પાકિસ્તાન કાશ્મીર પર આંતરરાષ્ટ્રીય સમુદાયની સહાનુભૂતિ મેળવવાના પ્રયાસો કરી રહ્યું છે. કલમ ૩૭૦ને લઇને ભારત સરકાર દ્વારા લેવામાં આવી રહેલા પગલા આંતરિક મામલો હોવાની ભારતે સ્પષ્ટતા કરી છે. બંધારણ હજુ પણ સર્વોપરી હોવાની વાત કરવામાં આવી છે. રાજકીય સંબંધોને લઇને પણ ભારત સરકારે બિલકુલ સ્પષ્ટ વાત કરીને પાકિસ્તાનને ચેતવણી આપી છે.