દુર્લભ પિંક લેગેસી ડાયમંડ રેકોર્ડ 365 કરોડ રૂપિયા ( 5 કરોડ ડોલર )માં વેચાયો છે. કોઈ પણ પિંક ડાયમંડ માટે વિશ્વની સૌથી મોટી બોલી છે. પિંક લગેસી હીરો 19 કરેટનો છે. એટલે કે 19 કરોડ રૂપિયા પ્રતિ કેરેટથી વધુના ભાવે વેચાયો છે. તેને અમેરિકાના લક્ઝરી જવેલર હેરી વિંસ્ટને ખરીદ્યો છે. જીનેવા જવેલરી સેલમાં ક્રિસ્ટીજ ઓક્શન હાઉસે મંગળવારે તેની હરાજી કરી હતી.
– અગાઉ નવેમ્બર 2017માં 15 કેરેટના પિંક પ્રોમિસ હીરાની 237.25 કરોડ રૂપિયા (3.25 કરોડ ડોલર)માં હરાજી કરવામાં આવી હતી.
પિંક લેગેસીને હવે ધ વિંસ્ટન પિંક લેગેસીના નામથી ઓળખવામાં આવશે
– પિંક લેગેસીને ખરીદનાર હૈરી વિંસ્ટન જવેલર તેનું નામ બદલીને “ધ વિંસ્ટન પિંક લેગેસી’ રાખશે. હેરી વિસ્ટન ડાયમંડ જવેલરી અને લક્ઝરી ઘડિયાળોનો બિઝનેસ કરનારી અમેરિકાની કંપની છે. વર્ષ 2013માં સ્વિઝર્લેન્ડની ઘડીયાળ બનાવનારી કંપની સ્વોચે તેને એક અબજ ડોલરમાં ખરીદી લીધી હતી.
– પિંક લેગેસી “વિવિડ’ ગ્રેડ વાળો હીરો છે. આ ગુલાબી રંગનો હીરો સૌથી ઉંચા રેટિંગનો છે. આયાતી શેપમાં કટિંગ કરવામાં આવનાર આ હીરો પ્લેટિનિયમની વીંટીમાં જડવામાં આવ્યો છે.
– ક્રિસ્ટીજ ઓક્શન હાઉસના જણાવ્યા પ્રમાણે, પિંક લેગેસી ડાયમંડ માટે ફોન પર 5 લોકોએ બોલી લગાવી હતી. જોકે હેરી વિંસ્ટન સફળ રહ્યાં. તેનો પ્રતિનિધિ સ્થળ પર ઉપસ્થિત હતો. ક્રિસ્ટીજે બીજી સૌથી લાંબી બોલી લગાવનાર ફર્મનું નામ જણાવ્યું નથી. જોકે એમ જણાવ્યું હતું કે તે એશિયાઈ હતી.