Monday, April 7, 2025
HomeIndiaપીએમ મોદી તેમની 3 દિવસની આધ્યાત્મિક યાત્રા પર કન્યાકુમારી પહોંચ્યા

પીએમ મોદી તેમની 3 દિવસની આધ્યાત્મિક યાત્રા પર કન્યાકુમારી પહોંચ્યા

Date:

spot_img

Related stories

સાધુ સંતો પાસે બેસવાનું ન મળે તો ગ્રંથની પાસે...

આર્જેન્ટિનાનાં ઉસૂઆયામાં મનમોહક સૌંદર્ય અને સતત પડી રહેલા હલ્કા...

પેલેડિયમ અમદાવાદ અને ક્રાફ્ટ રૂટ્સ સંયુક્ત રીતે ગ્રાન્ડ ક્રાફ્ટ...

પેલેડિયમ અમદાવાદ, શહેરનું સર્વોચ્ચ લક્ઝરી શોપિંગ અને લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન,...

રતુલ પુરીએ UPPCL તરફથી 425MWp પ્રોજેક્ટ હાંસલ કરીને હિન્દુસ્તાન...

રતુલ પુરીની કંપની હિન્દુસ્તાન પાવરે ટેરિફ-આધારિત સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા...

ભારતમાં સ્થૂળતાના વધી રહેલા પ્રમાણ વચ્ચે ધ ગુડ બગે...

ભારત એક મોટા સ્વાસ્થ્ય સંકટના આરે આવીને ઉભું છે,...

પ્રસિદ્ધ ટેલિવિઝન કલાકાર આર્યન સિંઘ રાજપુત કુમકુમ ભાગ્યના કાસ્ટમાં...

ઝી ટીવીનો કુમકુમ ભાગ્યએ તાજેતરમાં જ એક આકર્ષક જનરેશનલ...

નિહારિકા સિંઘાનિયાએ બેલ્જિયમમાં આંતરરાષ્ટ્રીય ઘોડેસવારી ગોલ્ડ જીત્યો

કૌશલ્ય અને સમર્પણના ઉત્તમ પ્રદર્શનમાં, યુવા ભારતીય વિદ્યાર્થી નિહારિકા...
spot_img

કન્યાકુમારીમાં PM મોદીની સાધના: સુરક્ષા માટે 3000 જવાનો તહેનાત, માછીમારી પર પ્રતિબંધ
કન્યાકુમારી:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને કન્યાકુમારીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ખાસ કરીને રોક મેમોરિયલની આસપાસનો વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદી કન્યાકુમારી પહોંચી ગયા છે. તેમણે અહીં ભગવતી અમન મંદિરમાં પૂજા કરી હતી. નોંધનીય છે કે, પીએમ મોદીની સુરક્ષા માટે 3000 જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કન્યાકુમારી પ્રવાસને લઈને ભારતીય નૌકાદળ અને ભારતીય કોસ્ટ ગાર્ડના યુદ્ધ જહાજો દરિયાઈ વિસ્તારની સુરક્ષા કરી રહ્યા છે. તમિલનાડુ મેરીટાઇમ સિક્યુરિટી જૂથના જહાજ પણ દરિયાઈ સરહદની સુરક્ષા માટે તહેનાત છે. આજ (30મી મે) સવારથી જ માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આગામી ત્રણ દિવસ માછીમારોના દરિયામાં જવા પર પ્રતિબંધ રહેશે.

કન્યાકુમારી પહોંચી રહેલા તમામ પ્રવાસીઓ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સુરક્ષાકર્મીઓ સમયાંતરે હોટલ અને રિસોર્ટનું પણ ચેકિંગ કરી રહ્યા છે. પ્રવાસીઓને રોક મેમોરિયલ પર લઈ જતી ફેરી પણ ગુરુવારે સવારે 10 વાગ્યે બંધ કરી દેવામાં આવી હતી. વડાપ્રધાન મોદી શનિવારે કન્યાકુમારીથી રવાના થશે. આ પછી જ આ સેવા ફરી શરૂ થશે.
રોક મેમોરિયલમાં ધ્યાન કર્યા બાદ સ્વામી વિવેકાનંદના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું હતું. એવી માન્યતાઓ છે કે જેમ સારનાથનું ગૌતમ બુદ્ધના જીવનમાં સ્થાન હતું, તેવી જ રીતે સ્વામી વિવેકાનંદના જીવનમાં રોક મેમોરિયલનું સ્થાન રહ્યું હતું. સ્વામી વિવેકાનંદે અહીં ત્રણ દિવસ સુધી સાધના કરી હતી. અહીં જ સ્વામી વિવેકાનંદે વિકસિત ભારતનું સપનું જોયું હતું. કહેવાય છે કે અહીં જ વડાપ્રધાન મોદી 30મી મેથી પહેલી જૂન સુધી ધ્યાન લગાવશે અને સ્વામીજીના વિકસિત ભારતના સપનાંને સાકાર કરવાનો સંકલ્પ સિદ્ધ કરશે.

સાધુ સંતો પાસે બેસવાનું ન મળે તો ગ્રંથની પાસે...

આર્જેન્ટિનાનાં ઉસૂઆયામાં મનમોહક સૌંદર્ય અને સતત પડી રહેલા હલ્કા...

પેલેડિયમ અમદાવાદ અને ક્રાફ્ટ રૂટ્સ સંયુક્ત રીતે ગ્રાન્ડ ક્રાફ્ટ...

પેલેડિયમ અમદાવાદ, શહેરનું સર્વોચ્ચ લક્ઝરી શોપિંગ અને લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન,...

રતુલ પુરીએ UPPCL તરફથી 425MWp પ્રોજેક્ટ હાંસલ કરીને હિન્દુસ્તાન...

રતુલ પુરીની કંપની હિન્દુસ્તાન પાવરે ટેરિફ-આધારિત સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા...

ભારતમાં સ્થૂળતાના વધી રહેલા પ્રમાણ વચ્ચે ધ ગુડ બગે...

ભારત એક મોટા સ્વાસ્થ્ય સંકટના આરે આવીને ઉભું છે,...

પ્રસિદ્ધ ટેલિવિઝન કલાકાર આર્યન સિંઘ રાજપુત કુમકુમ ભાગ્યના કાસ્ટમાં...

ઝી ટીવીનો કુમકુમ ભાગ્યએ તાજેતરમાં જ એક આકર્ષક જનરેશનલ...

નિહારિકા સિંઘાનિયાએ બેલ્જિયમમાં આંતરરાષ્ટ્રીય ઘોડેસવારી ગોલ્ડ જીત્યો

કૌશલ્ય અને સમર્પણના ઉત્તમ પ્રદર્શનમાં, યુવા ભારતીય વિદ્યાર્થી નિહારિકા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here