તાજેતરમાં જ વર્લ્ડ ચેમ્પિયન બનનાર ભારતની બેડમિંટન ખેલાડી પીવી સિંધિને એક મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય સિંગલ્સ બેડમિંટન કોચ કિમ જી હ્યૂને તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે પર્સનલ કારણોથી પદ છોડ્યું હોય એવું માનવામાં આવે છે. સાઉથ કોરિયામાં કિમ છેલ્લા ચાર મહિનાથી સિંધુ સાથે કામ કરી રહી છે, દુનિયાની પાંચમા નંબરની ખેલાડી સિંધુને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં કિમે મહત્વનો રોલ અદા કર્યો છે. પરંતુ છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી તેમના પતિની તબિયત ખરાબ છે, જેના કારણે તેને ન્યૂઝીલેન્ડ જવું પડ્યું છે.
એક રિપોર્ટ અનુસાર, કિમના પતિને લગભગ 6 મહિનાની દેખભાળની જરૂર છે. આ માટે તેને સર્જરીમાંથી પણ પસાર થવું પડી સકે છે.

આ સ્થિતિમાં કિમનો પરિવાર ઇચ્છે છે કે, કિમ ન્યૂઝીલેન્ડમાં રહે. આ જોતાં કિમે જણાવ્યું છે કે, તેને 100% વિશ્વાસ નથી કે, તે પાછી ફરી સકશે. કિમના જવાથી પુલેલા ગોપીચંદ પર કામનું ભારણ વધી ગયું છે. કિમ કોચિંગ સેટ અપમાં જોડાતાં ગોપીચંદ પાસે બીજા પહેલુઓ પર ધ્યાન આપવાનો સમય બચતો હતો, પરંતુ હવે ઓલિંપિંક પણ નજીક છે. આ જોતાં બેડમિંટન એસોસિએશન સામે કિમની જગ્યા બને એટલી જલદી ભરવાનો પણ પડકાર ઊભો થયો છે.

પીવી સિંધુની નજર અત્યારે કોરિયા ઓપન પર છે. વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ તેને ચાઇના ઓપનમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે તેનો પ્રયત્ન બધી જ હારને ભૂલીને આ ખિતાબ જીતવાનો રહેશે. પહેલા રાઉન્ડમાં સિંધુનો સામનો અમેરિકાની બીવન ઝાંગ સામે થશે. સિંધુ છેલ્લા આઠ મુકાબલામાં ઝાંગને 5 વાર હરાવી ચૂકી છે