પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં છેલ્લા દસ દિવસથી ઘટાડાનો સિલસિલો આજે પણ યથાવત રહ્યો છે. પેટ્રોલના ભાવમાં આજે હાલના દિવસોનો સૌથી મોટો 39 પૈસાનો ઘટાડો થયો છે. આ ઘટાડા સાથે અમદાવાદમાં 9 જુનના રોજ પેટ્રોલ 76.08 રુપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે.પેટ્રોલ સિવાય ડીઝલમાં પણ આજે 39 પૈસાનો ઘટાડો થયો છે, અને ડીઝલનો આજનો ભાવ 73.01 રુપિયા પ્રતિ લિટર છે. મહત્વનું છે કે, 31 મેથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત ઘટી રહ્યા છે. જોકે, હજુય 13 મેથી 09 જુનના ગાળાની સરખામણી કરીએ તો, પેટ્રોલ હજુ પણ 2.20 રુપિયા પ્રતિ લિટર જેટલું મોંઘું છે.સુરતમાં પણ આજે પેટ્રોલના ભાવમાં 39 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો થયો છે. સુરતમાં પેટ્રોલનો આજનો ભાવ રુ. 76.23 પ્રતિ લિટર છે. જ્યારે, ડીઝલના ભાવ 32 પૈસા પ્રતિ લિટર ઘટ્યા છે. શહેરમાં આજે ડીઝલ 73.31 રુપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છેરાજકોટમાં આજનો પેટ્રોલનો ભાવ રુ. 76.24 પ્રતિ લિટર છે. શહેરમાં આજે પેટ્રોલના ભાવમાં 39 પૈસાનો ઘટાડો થયો છે. જ્યારે, ડીઝલના ભાવમાં 32 પૈસાનો ઘટાડો થયો છે. રાજકોટમાં ડીઝલનો આજનો ભાવ રુ. 73.31 રુપિયા પ્રતિ લિટર છે