ભારતની યોગ પદ્ધતિ હવે દુનિયાભરમાં લોકપ્રિય થઈ રહી છે. આનું તાજું ઉદાહરણ છે વર્ષની બીજી ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ ફ્રેંચ ઓપન પહેલાં વિશ્વની ટોચની મહિલા ખેલાડીઓ યોગ દ્વારા ખુદને આગામી પડકાર માટે તૈયાર કરી રહી છે. પેરિસમાં દુનિયાની બીજા નંબરની ડેન્માર્કની ખેલાડી કેરોલિન વોઝનિયાકી, વિશ્વની ભૂતપૂર્વ નંબર વન ખેલાડી જર્મનીની એન્જલિક કાર્બર, લતાવિયાની જેલેના ઓસ્તાપેન્કો અને યજમાન ફ્રાંસની ક્રિસ્ટિના મ્લાદેનોવિચ જેવી દિગ્ગજ ખેલાડી યોગ કરતી નજરે પડી હતી.ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન વોઝનિયાકીએ સોશિયલ મીડિયામાં યોગ કરતી તસવીર પોસ્ટ કરી, જેની સાથે તેણે લખ્યું હતું, ”પેરિસમાં યોગ.” તેના ઉપરાંત બે વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન કાર્બરે પણ યોગ કરવાની પોતાની ખુશી સોશિયલ મીડિયામાં પ્રશંસકો સાથે શેર કરી હતી.કાર્બરે તસવીર શેર કરતાં લખ્યું, ”પેરિસમાં યોગ કરીને બહુ જ સારું લાગી રહ્યું છે.” ફ્રેંચ ઓપનનો મુખ્ય રાઉન્ડ ટૂંક સમયમાં શરૂ થશે, જેમાં લાલ માટી પર બધા ખેલાડીઓ પોતાનો પડકાર રજૂ કરતા નજરે પડશે