Saturday, May 10, 2025
HomeIndiaપ્રસિદ્ધ ટુરિસ્ટ પ્લેસ પર વાંદરાઓનો આંતક, મોબાઈલ-ફૂડ છીનવી લે છે, વિરોધ કરે...

પ્રસિદ્ધ ટુરિસ્ટ પ્લેસ પર વાંદરાઓનો આંતક, મોબાઈલ-ફૂડ છીનવી લે છે, વિરોધ કરે તો મારે તમાચો

Date:

spot_img

Related stories

કલર્સના ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ એ મધર્સ ડે પર...

કલર્સના લોકપ્રિય શો ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ના આ અઠવાડિયાના...

મધર્સ ડે પર એમક્યોર 2025 આઈસ બકેટ ચેલેન્જ રિવાઇવલમાં...

મહિલાઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતી અગ્રણી ફાર્માસ્યુટિકલ્સ કંપની એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ...

BPCL ભારતભરમાં પેટ્રોલ, ડીઝલ અને એલપિજીની અવિરત ઉપલબ્ધતાની ખાતરી...

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL), જે Fortune Global 500...

અમદાવાદ નો પ્રિય ઉત્સવ – વીકેન્ડ વિન્ડો – વાયરલ...

વિકેન્ડ વિન્ડો દ્રારા 25 થી 27 એપ્રિલ-2025 દરમિયાન ના...

ભારત-પાકિસ્તાનમાં સંઘર્ષ IPL મોકૂફ : એક અઠવાડિયા માટે મુલતવી...

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા જતા સંઘર્ષને કારણે, BCCI...

પાકિસ્તાનનો ત્રીજો હુમલો નિષ્ફળ : HRTC એ પઠાણકોટ, અમૃતસર,...

ભારતના 'ઓપરેશન સિંદૂર' હવાઈ હુમલા પછી પાકિસ્તાને ત્રીજી વખત...
spot_img

Mumabi Matheran Hill Station News | મુંબઇની નજીક આવેલું માથેરાન દિવાળીમાં પર્યટકોના ધસારાને પહોંચી વળવા સજ્જ બન્યું છે ત્યારે બીજી બાજુ વાનરોના ત્રાસનો શું ઉપાય કરવો તેની વિમાસણમાં હોટેલિયરો અને હિલસ્ટેશનના દુકાનદારો પડી ગયા છે.

માથેરાનના પ્રવેશદ્વાર દસ્તુરી નાકાથી માંડીને વન-ટ્રી હિલ પોઇન્ટ સુધીના છેવટના ભાગ સુધી વાંદરાઓનો ત્રાસ સખત વર્તાય છે. ટુરિસ્ટોના હાથમાંથી ફૂડ પેકેટ ઝૂંટવી જાય છે, ક્યારેક મોબાઇલ હાથમાં આવી જાય તો પણ ઉપાડી જાય છે. અને ખીણમાં ફેંકી દે છે. હોટેલોમાં બારી ખુલ્લી રહી ગઇ હોય તો જાળીમાંથી હાથ નાખીને ખાવાની ચીજો સેરવી લે છે.
કોલ્ડ-ડ્રિન્કની અને મિનરલ વોટરની બોટલો સુદ્ધા ઝૂંટવી જાય છે. જો કોઇ પ્રતિકાર કરવાની કોશિશ કરે તો હિંસક બનીને વાનરો હુમલો પણ કરે છે, બચકાં ભરી લે છે અને તમાચા ચોડી દે છે. અત્યાર સુધી માથેરાનમાં આવેલી સંખ્યાબંધ હોટેલોના રસોડામાંથી એઠવાડ નીકળતો એ વાનરો ટેસથી ખાતા હતા. પરંતુ હલે માથેરાન નગર-પરિષદે શરૂ કરેલા બાયોગેસ પ્લાન્ટમાં આ બધો કિચન-વેસ્ટ ચાલ્યો જતો હોવાથી વાનરોને ખાવાના સાંસા થવાથી ભૂખ ભાંગવા માટે ટુરિસ્ટોના હાથમાંથી ખાણી-પીણીની ચીજો આંચકી જાય છે.

માથેરાનના એક પોઇન્ટનું નામ જ મન્કી પોઇન્ટ પડયું છે.ઘણી હોટેલોવાળાએ વાનરોના ત્રાસથી બચવા જાળીઓ લગાડી છે બારીઓ પર પણ જાળીઓ મઢી દીધી છે, પરંતુ માથેરાનની મુખ્ય બજારમાં આવેલી દુકાનોમાં ખાવા-પીવાની ચીજો-પેકેટો રાખવામાં આવતા હોય એ પણ વાનર-સેના તફડાવી જાય છે. જુદા જુદા પોઇન્ટ ઉપર વાનરોના રીતસર ઝુંડ જોવા મળે છે. આવી જ રીતે માથેરાનના મુખ્ય સ્ટેશનમાં મિની-ટ્રેન ઉપડવાના સમયે વાનરો ગમે ત્યાંથી આવી જાય છે.

હિલસ્ટેશનની મજા માણીને પાછા ફરતા ટુરિસ્ટો વાનરોને બિસ્કિટ, કેળા, ફ્રુટ આપતા હોય છે એટલે હવે ટ્રેન ઉપડવાના ટાઇમે પહોંચી જ જાય છે. માથેરાનમાં લાંબા સમયથી વસતા વેપારી ભદ્રેશ શાહે જણાવ્યું હતું કે વાંદરાનો એટલો ત્રાસ છે કે અમારે તો વેપાર કરવાની સાથે વાનરો કોઇ ચીજ ઉપાડી ન જાય તેનો જાપ્તો રાખવા વોચમેનની ડયુટી પણ કરવી પડે છે. વન વિભાગમાં વાનરોના ત્રાસ સામે અનેકવાર ફરિયાદ કરવામાં આવ્યા છતાં સંતોષકારક પગલાં લેવામાં આળતા નથી.

કલર્સના ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ એ મધર્સ ડે પર...

કલર્સના લોકપ્રિય શો ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ના આ અઠવાડિયાના...

મધર્સ ડે પર એમક્યોર 2025 આઈસ બકેટ ચેલેન્જ રિવાઇવલમાં...

મહિલાઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતી અગ્રણી ફાર્માસ્યુટિકલ્સ કંપની એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ...

BPCL ભારતભરમાં પેટ્રોલ, ડીઝલ અને એલપિજીની અવિરત ઉપલબ્ધતાની ખાતરી...

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL), જે Fortune Global 500...

અમદાવાદ નો પ્રિય ઉત્સવ – વીકેન્ડ વિન્ડો – વાયરલ...

વિકેન્ડ વિન્ડો દ્રારા 25 થી 27 એપ્રિલ-2025 દરમિયાન ના...

ભારત-પાકિસ્તાનમાં સંઘર્ષ IPL મોકૂફ : એક અઠવાડિયા માટે મુલતવી...

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા જતા સંઘર્ષને કારણે, BCCI...

પાકિસ્તાનનો ત્રીજો હુમલો નિષ્ફળ : HRTC એ પઠાણકોટ, અમૃતસર,...

ભારતના 'ઓપરેશન સિંદૂર' હવાઈ હુમલા પછી પાકિસ્તાને ત્રીજી વખત...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here