મેંદો – ૫૦૦ ગ્રામ, રવો૧૫૦ ગ્રામ, અજમો 2 ચમચી, બેકિંગ પાઉડર અડધી ચમચી, મીઠું સ્વાદ મુજબ મોણ માટે તેલ ૧ ચમચો તેલ તળવા માટે.બનાવવાની રીત – સૌપ્રથમ કડાઇમાં તેલ ગરમ કરી પછી ઠંડું થવા દો, મેંદો અને રવાને ભેગા કરી ચાળી લો. તેમાં અજમો, મીઠું, બેકિંગ પાઉડર અને બે-ત્રણ ચમચા તેલનું મોણ નાખી નવશેકા પાણીથી કઠણ લોટ બાંધો. તેમાંથી જાડા લુઆ લઇ જાડી પૂરી વણી ઉપર બે-ત્રણ વાર તેલવાળો હાથ લગાવી ફરીથી લૂઓ બનાવો. તે પછી નાના નાના લૂઆ કરી તેમાંથી જાડી ગોળ પૂરી વણો. આ પૂરીને અંગૂઠાથી વચ્ચે દબાવી દો. આ રીતે બધી પૂરી વણીને પછી ગરમ તેલમાં તળીને ટેસ્ટી પૂરીનો સ્વાદ માણો