કોઈ સામાન્ય વ્યક્તિના શરીરની દુર્ગંધ કેટલી ભારે પડી શકે છે અને લોકોને મુશ્કેલીમાં નાખી શકે છે આ વાતનો અંદાજો આ રિપોર્ટ વાંચીને જ આવી જશે. એક શખસના શરીરમાંથી આવી રહેલી દુર્ગંધથી લોકોને ઉલ્ટી કરવા પર મજબૂર કરી દીધા. આટલું જ નહીં પરંતુ કેટલાક લોકો તો બેભાન પણ થઈ ગયા. વાત આટલેથી ન અટકી પરિસ્થિતિ એવી બની ગઈ કે વિમાનને અધવચ્ચે જ લેન્ડીંગ કરાવવું પડ્યું.ટ્રાન્સિવિયા એરલાઈન્સના વિમાન બોઈંગ-737એ નેધરલેન્ડના શિફોલ એરપોર્ટથી સ્પેન માટે ઉડાણ ભરી. ઉડાણ ભરવાના થોડા સમય બાદ જ આવી રહેલી દુર્ગંધથી લોકો પરેશાન થઈ ગયા. કેટલાક લોકોને ઉલ્ટી થવા લાગી તો કેટલાક બેભાન થઈ ગયા.આ બાદ વિમાનમાં સ્થિતિ બગડતા જોઈને ક્રૂએ આ યાત્રીને ટોઈલેટમાં બંધ કરી રાહતનો દમ લીધો. પરંતુ ત્યાં સુધીમાં તો યાત્રીઓની હાલત ખરાબ થઈ ગઈ હતી. આ બાદ વિમાનનો પોર્ટુગલ તરફ વાળવામાં આવ્યું અને ફારો એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડીંગ કરાવાયું.આ બાદ યાત્રીને વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યો. જાણકારી મુજબ તેને બસથી મોકલી દેવામાં આવ્યો. વિમાનમાં યાત્રા કરી રહેલા બેલ્ઝિયમના પીટ વેને જણાવ્યું કે યાત્રીના શરીરમાંથી અસહનીય દુર્ગંધ આવી રહી હતી. એવું લાગી રહ્યું હતું કે તે ઘણા દિવસોથી નહાયો પણ નહોતો. પીટે કહ્યું કે, દુર્ગંધના માર્યા કેટલાય યાત્રીઓ બીમાર પડી ગયા. બીજી તરફ, ટ્રાન્સિવિયા એરલાઈનસએ પણ ‘ચિકિસ્તા કારણો’થી વિમાનના ઈમરજન્સી લેન્ડિંગની પુષ્ટિ કરી. એરલાઈન્સના પ્રવક્તાએ કહ્યું કે, મેડિકલ કારણોથી વિમાનનું લેન્ડિંગ કરાવવું પડ્યું, અને તે પણ સાચું છે કે શખસના શરીરમાંથી અસહનીય દુર્ગંધ આવી રહી હતી.આ પહેલીવાર નથી જ્યારે ટ્રાન્સિવિયા એરલાઈન્સમાં કોઈ યાત્રીની હરકતના કારણે વિમાનનું લેન્ડીંગ કરાવાયું હોય. આ પહેલા ફેબ્રુઆરીમાં ટ્રાન્સિવિયા એરલાઈન્સની ફ્લાઈટ એચવી-6902ને વિયેનામાં ઈમરજન્સી લેન્ડીંગ કરાવાઈ હતી. બે લોકોએ એક સહયાત્રીના વિમાનમાં ફાર્ટિંગ કરવા પર આપત્તિ દર્શાવી હતી. વિમાનના પાયલટની વિનંતી છતા તે ગેસ છોડતો રહ્યો. જે બાદ બધા યાત્રીઓને ઝઘડો થયો. આ કારણે પાયલોટને વિયેનામાં લેન્ડીંગ કરાવવું પડ્યું હતું