સામગ્રી – બટાટા 250 ગ્રામ, 1 ઝીણી સમારેલી ડુંગળી, લીલા મરચા – 4, આદુ લસણની પેસ્ટ એક ચમચી, લીલા ધાના 1 ટી સ્પૂન, વરિયાળી એક ચમચી, જીરુ એક ચમચી, હળદર, સ્વાદ મુજબ મીઠુ, લાલ મરચુ 1 ચમચી, બેસન 250 ગ્રામ. લીંબુનો રસ બે ચમચી અને એક ચમચી ખાંડ. બેકિંગ સોડા ચપટી.

બનાવવાની રીત – બટાટાને બાફીને તેની છાલ ઉતારી લો. તેને સ્મેશ કરીને માવો બનાવી લો. લીલા મરચાં, આદુ અને લસણને ગ્રાઈન્ડ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને બટાટાના માવા સાથે મિક્સ કરો. તેમાં ડુંગળી, લીલા ધાણા, ખાંડ, વરિયાળી, લીંબુનો રસ અને મીઠું ઉમેરો. હવે એક બાઉલ લો અને તેમાં બેસન, મીઠું, જીરુ, લાલ મરચાંનો પાવડર, બેકિંગ સોડા, હળદર અને થોડું પાણી ઉમેરીને ઘટ્ટ ખીરું બનાવો.

તેમાં એક ટેબલસ્પૂન ગરમ તેલ ઉમેરો.બટાટાના મિશ્રણમાંથી યોગ્ય કદના ગોળ વડા વાળી લો. દરેક વડાને ખીરાંમાં બોળીને તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. ગરમા ગરમ બટાટા વડાને સોસ કે ચટણી સાથે સર્વ કરો.