સામગ્રી: સોજી-1 કપ, દહી 1-કપ, બાફેલા બટાકા, લીલા મટર – અડધો કપ, કોથમરી- કાપેલી
તળવા માટે તેલ, સરસોના દાણા -અડધી ચમચી, જીરૂ – 1/4 નાની ચમચી, આમચૂર પાવડર – અડધી ચમચી, ધાણા જીરૂ – એક નાની ચમચી, લાલ મરચુ પાવડર – 1/4 ચમચી, લીલા મરચા – ઝીણા બે-ત્રણ કાપેલા, આદુની પેસ્ટ – અડધી ચમચી
એક બાઉલમાં સોજી, દહી અને અડધી ચમચી મીઠુ નાખી સરખી રીતે મિક્સ કરો. હવે પાણી મેળવીને ઘટ્ટ બનાવી તૈયાર કરો. 10-15 મિનીટ તેને રાખો.
બાફેલા બટાકા છીલી નાંખો. કડાઇમાં 2 ચમચી તેલ નાંખી ગરમ કરો. તેલ ગરમ થવા પર રાઇ નાંખી તડકો લગાવો. રાઇના વઘાર બાદ તેમાં જીરુ, ઝીણી કપાયેલ લીલા મર્ચા અને આદુ પેસ્ટ નાંખી તેને ગરમ કરો. મિક્સ કરેલા મસાલામાં લીલા મટરના દાણા અને 1/2 નાની ચમચી મીઠુ નાંકી મિક્સ કરો અને તેને ઢાંકીને બે મિનિટ સુધી ધીમા તાપે મુકો. બે મિનિટ બાદ મટરમાં થોડુ પાણી નાંખી તેને નરમ કરો.
મટરમાં 1/4 નાની ચમચી હળદર પાવડર, ધનિયા પાઉડર નાંખીને 1/2 તેને શેકી નાંખો. હવે તેમા મિક્સ કરેલ બટાકા, લાલ મરચાનો પાવડર, આમચૂર પાવડર અને થોડી કાપેલી કોથમીર મિક્સ કરો. ઇડલી મેકરમાં હવે ઇડલી બનાવો. ઇડલીને પ્લેટમાં રાખો. ઇડલને વચ્ચેથી કાપી નાંખો.
ઇડલીના એક ભાગ પર થોડી સ્ટફિંગ રાખી એક જેવુ ફેલાવી દો. બીજી ઇડલીના ભાગથી તેને ઢાંકી દો. હવે કડાઇમાં તેલ લગાવી તેને ગરમ કરો. ગરમ થવા પર તેમા રાઇ નાંખી તડકા લો. રાઇના વઘાર બાદ ઇડલી સેન્ડવિચને સેકવા માટે કડાઇમાં રાખી ધીમા તાપે ગેસ પર બે મિનિટ રાખો.
બે મિનિટ બાદ ઇડલી પર થોડુ તેલ લગાવી તેને પલટાવી બીજી તરફ બે મિનીટ શેકો. ઇડલી સેન્ડવિચ બનીને તૈયાર. તેને તમે નારિયેળની ચટણી, ટમાટરની ચટણી, કોથમરીની ચટણી સાથે ખાઇ શકો છો.