ગુજરાતમાં ચકચાર મચાવનાર બિટકોઈન તોડપાણી કાંડના બીજા તબક્કાની તપાસ કરી રહેલા રાજ્ય CID એકમે બિટકોઈન ઇન્વેસ્ટમેન્ટ કંપની બિટકનેક્ટની છેતરામણી સ્કીમનો પણ પર્દાફાશ કર્યો છે. કરોડો રુપિયાના બિટકોઈન તોડપાણી કાંડમાં તપાસ દરમિયાન એજન્સીને સબૂતો મળ્યા છે કે કઈ રીતે ગ્રાહકોને લલચામણી ઓફર્સ આપીને બિટકોઇનમાં કરોડો રુપિયાનું રોકાણ કરાવાયું હતું. હવે તપાસ એજન્સીઓ તેના આધારે કંપની સાથે જોડાયેલ વિવિધ ડિજિટલ વોલેટ એકાઉન્ટ અને બેંક એકાઉન્ટની તપાસ કરી રહી છે.સીઆઈડી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સમગ્ર કેસના મુખ્ય કેન્દ્ર એવા શૈલેષ ભટ્ટના ભત્રિજા નિકુંજ ભટ્ટની પુછપરછમાં જાણકારી મળી કે સુરત ખાતે રહેલી આ કંપની દિવ્યેશ દરજી અને સતિષ કુંભાણી દ્વારા ચલાવવામાં આવતી હતી. જ્યાં ધવલ માવાણી બિટકોઇનની લેવડદેવડનું કામ કરતો હતો. કંપનીની રજીસ્ટર્ડ ઓફિસ લંડન ખાતે નોંધાયેલ છે જોકે આ જગ્યાએ તપાસ કરતા જાણ થઈ કે આવી કોઈ ઓફિસ ત્યાં અસ્તિતત્વ ધરાવતી નથી. ફક્ત કંપની રજિસ્ટર કરવા માટે ખોટા એડ્રેસનો સહારો લેવામાં આવ્યો હતો.CID દ્વારા નિકુંજ ભટ્ટ પાસેથી કુલ 2000 બિટકોઈનમાંથી 12 જેટલા બિટકોઈન પરત મેળવવામાં આવ્યા છે અને તેમજ તેની સાથે તપાસના પહેલા તબક્કામાં પોલીસને જે કોઈ બિટકોઈન મળ્યા હતા હવે તે તામામને ભારતીય રુપિયામાં પરિવર્તિત કરાશે અને આ રુપિયાને નેશનલાઇઝ બેંકમાં જમા કરી દેવામાં આવશેઅધિકારીઓએ જણાવ્યું કે, ”ભારત ઉપરાંત કંપની ઇન્ડોનેશિયા, વિએતનામ, હોંગકોંગ, સિંગાપોર અને અમેરિકા ખાતે પોતાનું કામકાજ ધરાવે છે. અમે અલગ અલગ બેંક એકાઉન્ટ ટ્રાન્ઝેક્શનની વિગત મેળવી છે અને તે બાબતે બેંકને જાણ કરવામાં આવશે.