મુજફ્ફરપુરમાં સરકાર દ્વારા સંચાલિત બાલિકા ગૃહમાં રહેનારી છોકરીઓના યૌન શોષણનો ખુલાસો થયો છે. મુંબઈની પ્રતિષ્ઠિત સંસ્થા “ટાટા ઈનસ્ટીટ્યુટ ઓફ સોશિયલ સાયન્સ” દ્વારા જાહેર કરાયેલો ઓડિટ રિપોર્ટ અનુસાર અહિં રહેનારી છોકરીઓને નેતાથી લઈ અધિકારીના ઘરમાં મોકલવામાં આવતી હતી. આ ખુલાસા બાદ જિલ્લા પ્રશાસનની ઉંઘ હરામ થઈ ગઈ છે. બાલિકા ગૃહનું સંચાલન કરનારી સંસ્થાના લોકો ફરાર થઈ ગયા છે. જિલ્લા પ્રશાસને આનન-ફાનનમાં રહેનારી છોકરીઓને પટના અને મધુબની સ્થાનાંતરિત કરી દિધી છે અને બાલિકા સુધાર ગૃહને સીલ કરી દિધો છે.
ઈન્સ્ટિટ્યૂટની રિપોર્ટના આધારે જિલ્લા બાળ કલ્યાણ સંરક્ષણ ઈકાઈના સહાયક નિર્દેશકે મહિલા પોલીસ સ્ટેશનમાં બાલિકા ગૃહનુ સંચાલન કરનારા એનજીઓ ‘સેવા સંકલ્પ અને વિકાસ સમિતિ’ ના કર્તાધર્તા અને પદાધિકારીઓ પર કેસ દાખલ કર્યો છે. પોલીસે સહાયક નિર્દેશકની ફરિયાદના આધારે કેસ દાખલ કરી તપાસ હાથ ધરી છે.
જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોમાં ટાટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સની એક ટીમે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સંચાલિત સંસ્થાઓની સોશિયલ ઓડિટ રિપોર્ટ ‘સમાજ કલ્યાણ વિભાગ’ પટનાના નિર્દેશકને સોંપી હતી. આ રિપોર્ટના પેજ નંબર 52 પર મુજફ્ફરપુરમાં ચાલી રહેલા બાલિકા ગૃહના કામકાજ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. રિપોર્ટમાં ઓડિટ ટીમે દાવો કર્યો કે બાલિકા ગૃહમાં રહેનારી ઘણી છોકરીઓએ યૌન શોષણનો ખુલાસો કર્યો છે.