(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨૭
બીટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સી એ પોન્ઝી સ્કીમ છે તેના પર રોકાણકારોની સુરક્ષા માટે પ્રતિબંધ મૂકવો જાઈએ એમ સરકારી અધિકારીએ જણાવ્યું હતું. ઈન્વેસ્ટર એજ્યુકેશન ઍન્ડ પ્રોટેકશન ફંડ ઓથોરિટી આઈઈપીએફએ જે કોર્પોરેટ મંત્રાલય હેઠળ આવે છે, તેણે આવી કરન્સી પર પ્રતિબંધ મૂકવા ભલામણ કરી છે. આ કરન્સી રોકાણકારો માટે જાખમી છે. લાંબાગાળા સુધી ટકવા બાબતમાં ચિંતાજનક છે.
ક્રિપ્ટોકરન્સી એ પોન્ઝી સ્કીમ જેવી છે. તેથી તેના પર પ્રતિબંધ મૂકવો જાઈએ એમ આઈઈપીએફએના સીઈઓ અનુરાગ અગ્રવાલે કહ્યું હતું.
રિઝર્વ બૅન્કે ગત વર્ષે આવી કરન્સીના ઉપયોગને પ્રોત્સાહન નહીં મળે તે માટે રૂલને કડક બનાવ્યા હતા. સરકાર આવી કરન્સી પર પ્રતિબંધ મૂકવાની દિશામાં કામ કરી રહી છે.