આજે રાજકોટ કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયા આવી પહોંચ્યા હતા, જાપાને બુલેટ ટ્રેનને લઈ ફડિંગ અટકાવાના સમાચારને લઈ તેણે નિવેદન આપ્યું હતું કે,
બુલેટ ટ્રેન મામલે મીડિયા મારફત માહિતી મળી, ખેડૂતોને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેની જમીનનું વળતર મળે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. જાપાન મદદ નહીં કરે એવો કોઈ સવાલ નથી, જાપાન મદદ કરશે અને બુલેટ ટ્રેન દોડતી રહેશે
.
રાજકોટમાં એન્જિનિયરિંગ હોલ ખાતે ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજી હતી
એન્જિનિયરિંગ હોલ ખાતે ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજી હતી. જેમાં રેલવે એન્જિનિયરિંગ, ડિફેન્સ અને શિપિંગ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. તે સિવાય વિદેશમાંથી પાર્ટ્સ ઈમ્પોર્ટ કરવાના બદલે અહીંથી પાર્ટ્સ બનાવતા ઉદ્યોગપતિ સાથે વાત કરી રાજકોટના ઉદ્યોગને આગળ વધારવા નિર્ણય કર્યો હતો. રાજકોટ ગોંડલ રોડ પર નેશનલ હાઇવેના પ્રોજેકટ અંતર્ગત ઓવરબ્રિજ બનાવવામાં આવશે. આગામી ડિસેમ્બર માસ સુધી ગોંડલ રોડ ચોકડી પર બ્રિજની કામગીરી શરૂ કરાશે. શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારને ધ્યાને રાખી 1200 મિટરનો ઓવરબ્રિજ બનાવવામાં આવશે