કોલકાતા, તા. ૨૬
ભારતના વર્તમાન બોલિંગ કોચ ભરત અરુણને પોતાના હોદ્દા ઉપર જારી રાખવામાં આવે તેવી શક્યતા છે પરંતુ ફિલ્ડિંગ કોચ તરીકે દક્ષિણ આફ્રિકાના જાન્ટી રોડ્સ સહિત અનેક દાવેદારોના નામ ઉપર ચર્ચા ચાલી રહી છે છતાં આર શ્રીધરને મહત્વ આપવામાં આવે તેવી શક્યતા છે. રાષ્ટ્રીય પસંદગીકારો જ્યારે ભારતીય ટીમ માટે સપોર્ટ સ્ટાફની પસંદગી કરશે ત્યારે બેટિંગ કોચ સંજય બાંગરની હકાલપટ્ટી કરવામાં આવે તેવી શક્યતા છે. ત્રણેયને મુખ્ય કોચ રવિ શા†ી સાથે આગામી વેસ્ટઇÂન્ડઝના પ્રવાસમાં છેલ્લી વખત તક મળી શકે છે. આ લોકોને વેસ્ટઇÂન્ડઝના પ્રવાસમાં અંતિમ વખત તક મળી ગઈ છે પરંતુ વિÂન્ડઝના પ્રવાસ બાદ સપોર્ટ સ્ટાફની પસંદગી કરવામાં આવનાર છે. નવેસરથી ઇન્ટરવ્યુ લેવામાં આવશે. તમામ પોસ્ટ માટે નિમણૂંક કરવામાં આવશે. કપિલ દેવના નેતૃત્વમાં નવી ક્રિકેટ સલાહકાર સમિતિ મુખ્ય કોચના સંદર્ભમાં નિર્ણય લેશે. પસંદગીકારોને સપોર્ટ સ્ટાફ માટે ઇન્ટરવ્યુ લેવા માટે કહેવામાં આવ્યું છે. નજીકના સુત્રોએ કહ્યું છે કે, અરુણની નિમણૂંક યથાવત રાખવામાં આવશે. કારણ કે, તમામ ફોર્મેટમાં ભારતીય બોલરોના પ્રદર્શન સારો રહ્યો છે. બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, છેલ્લા ૧૮થી ૨૦ મહિનાના ગાળામાં અરુણે ખુબ સારી કામગીરી અદા કરી છે. વર્તમાન ભારતીય બોલર આક્રમક ટેસ્ટ મેચ માટે સર્વશ્રેષ્ઠ દેખાઈ રહ્યા છે. મોહમ્મદ સામી શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. જસપ્રિત બુમરાહ પણ સતત સારો દેખાવ કરી રહ્યો છે. આની ક્રેડિટ અરુણને જાય છે. પસંદગીકારો માટે તેમની જગ્યા અન્યની પસંદગી કરવાની બાબત સરળ રહેશે નહીં. જા કે, બાંગરની હકાલપટ્ટી નિશ્ચિત દેખાઈ રહી છે. ચાર વર્ષ સુધી પોસ્ટ પર રહ્યા બાદ પણ બાંગર મિડલ ઓર્ડરમાં કોઇ મજબૂત બેટિંગ ઉભી કરી શક્યા નથી. બાંગરની સફળતાને લઇને પ્રશ્નો ઉઠઠી રહ્યા છે. ફિલ્ડિંગ કોચને લઇને જાન્ટી રોડ્સ પણ દાવેદાર છે.