બેન્કોના મર્જર સામે હવે બેન્કિંગ સેક્ટરના ટ્રેડ યૂનિયન પ્રદર્શન કરશે. ચાર ટ્રેડ યૂનિયન સંગઠનો 26 અને 27 સપ્ટેમ્બરના રોજ હડતાળની જાહેરાત કરી છે. બેન્ક કર્મચારીઓની હળતાળના કારણે આ મહિને આગામી દિવસોમાં બેન્ક 4 દિવસ બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે 28 સપ્ટેમ્બરે મહિનાનો ચોથો શનિવાર હોય સળંગ 4 દિવસ એટલે કે ગુરૂવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારના દિવસે બેન્કોમાં રજા રહેશે.
ટ્રેડ યૂનિયને પ્રદર્શનના ભાગરૂપે અનિશ્ચિકાળ સુધી આ હડતાળ કરવાની પણ ચેતવણી આપી છે. ઉલ્લેખનીય છે કે બેન્કિંગ સેક્ટરમાં ઝડપ લાવવા માટે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે એક સાથે 10 બેન્કોના મર્જરની જાહેરાત કરી હચી. આ મર્જર પચી માત્ર 4 બેન્કનું અસ્તિત્વ રહેશે. એટલે કે 6 બેન્ક એકબીજામાં મર્જ થઈ જશે. યૂનિયને સરકાર સમક્ષ 8 માગો મૂકી છે.
કઈ કઈ બેન્કોનું થઈ રહ્યું છે મર્જર?
સરકારની કુલ 10 બેન્કોનું મર્જર થવાની જાહેરાત કરવામાં આવી છે. પહેલુ મર્જર પંજાબ નેશનલ બેન્કમાં યૂનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા અને ઓરિએન્ટલ બેન્કનું થશે. બીજુ મર્જર કેનેરા બેન્કમાં સિન્ડિકેટ બેન્ક મર્જ થશે ત્યારે ત્રીજા યૂનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, આંન્ધ્રા બેન્ક અને કોર્પોરેશન બેન્ક એક થઈ જશે. ચોથા મર્જરની વાત કરીએ તો ઈન્ડિયન બેન્કમાં ઈલાહાબાગ બેન્ક સામેલ થશે. મર્જરની જાહેરાત પછી હવે દેશમાં 12 પબ્લિક સેક્ટર બેન્ક જ રહેશે. 2017માં 27 પબ્લિક સેક્ટર બેન્કો હતી