ગટ્ટાનું શાક માટે સામગ્રી
1 કપ બેસન(ચણાનું લોટ)
1/2 કપ દહી
અજમો
1/2 ચમચી હળદર પાઉડર
1 ચમચી લાલ મરચાં
મીઠું અને સ્વાદપ્રમાણે તેલ
ગ્રેવીની સામગ્રી
2 ટમેટા,
1 ડુંગળી
1 ચમચી આદું લસણની પેસ્ટ
ચપટી હીંગ
1/2 ચમચી હળદર પાઉડર
1 ચમચી લાલ મરચાં
1 ચમચી ધાણા પાઉડર
મીઠુ સ્વાદપ્રમાણે અને તેલ
કેવી રીતે તૈયાર કરીએ ગટ્ટા
સૌથી પહેલા એક વાસણમાં બેસન ચાણી લો. તેમાં અજમા, હળદર, ધાણા અને મીઠું નાખી સારી રીતે મિક્સ કરી લો અને આ મિશ્રણમાં તેલનો મોયણ અને દહીં નાખી નરમ લોટ બાંધી લો. હવે આ લોટના લાંબા લાંબા રોલ્સ કરી લો. પછી એક વાસણમાં પાણી ગરમ કરી તેને ઉકાળી લો. બેસનના બધા રોલ્સને ઉકળતા પાણીમાં નાખી ધીમા તાપ પર 15-20 મિનિટ સુધી રાંધવું. હવે
રોલ્સ એટલે કે ગટ્ટાને એક થાળીમાં કાઢી લો અને ઠંડા થયા પછી નાના કટકા કરી લો આ ગટ્ટા તૈયાર છે.
હવે કેવી રીતે બનાવીએ તેનું શાક,
વિધિ- સૌથી પહેલા ડુંગળી અને ટમેટાને મિકસીમાં વાટીને પેસ્ટ તૈયાર કરી લો. હવે કડાહીમાં તેલ ગરમ કરી જીરું અને હીંગ સંતાળવું. ડુંગળી-ટમેટાના પેસ્ટ નાખો અને થોડીવાર મસાલો શેકી તેમાં આદું-લસણની પેસ્ટ નાખી શેકવું. પેસ્ટ સારી રીતે સંતાળી જાય તો તેમાં બધા સૂકા મસાલા લાલ મરચાં , હળદર, ધાણા અને મીઠું નાખી સારી રીતે મસાલા બનાવો.
જ્યારે ગ્રેવીમાં તેલ ઉપર આવવા લાગે તો થોડું પાણી નાખી શેકો અને હવે ગટ્ટા નાખી દો. પછી તમારી જરૂરત પ્રમાણે પાણી નાખો. જે પાણીમાંથી તમે ગટ્ટા કાઢ્યા છે તે પાણી પણ તમે નાખી શકો છો. જ્યારે ઉકાળ આવી જાય તો તાપ બંદ કરી નાખો. હવે કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તૈયાર છે રાજ્સ્થાની ચટપટી ગટ્ટાનું શાક