Wednesday, March 11, 2026
HomeGujaratAhmedabadભાજપના ધારાસભ્યએ ઉતાવળે બનાવેલા 11 રોડ 4 મહિનામાં જ બિસ્માર, કરોડો રૂપિયાનો...

ભાજપના ધારાસભ્યએ ઉતાવળે બનાવેલા 11 રોડ 4 મહિનામાં જ બિસ્માર, કરોડો રૂપિયાનો ધૂમાડો!

Date:

spot_img

Related stories

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...
spot_img

નડિયાદ નગરપાલિકાએ માર્ચ 2024માં 3.14 કરોડ રૂપિયાના ખર્ચે 14 રોડ બનાવ્યા હતા. નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ ખાતમુહૂર્ત કરેલા 14 રોડમાંથી 11 રોડ પર ચાર માસમાં જ ગાબડાં પડી ગયા છે. પાલિકાએ માર્ગ મકાન વિભાગ ડાકોર પાસેથી રસ્તો બનાવવાનું મટીરીયલ અને શ્રમિકો લઈ પોતાના મોનીટરિંગ હેઠળ રસ્તા બનાવ્યા હતા. ત્યારે ચાર માસમાં જ રસ્તાઓ બિસ્માર બનતા પાલિકાએ ઈરાદાપુર્વક નબળી કામગીરી કરી કોન્ટ્રાક્ટરોને કામ અપાવવાનો કારસો રચ્યો હોય તેવા આક્ષેપ ઉઠ્યા છે.

લોકસભાની ચૂંટણી માટે આદર્શ આચારસંહિતા લાગે તે પહેલા જ રાજકીય નેતાઓએ મત બેન્ક સાચવી લેવા 11 માર્ચના રોજ નડિયાદના 14 રસ્તાની યાદી જાહેર કરી તમામ રસ્તાઓ તાત્કાલિક બનાવી દેવા નિર્ણય લેવાયો હતો. જેનું નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.માર્ચ મહિનામાં જ રોડની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હતી. આ 14 રોડમાંથી 11 રોડ પર ખાડા પડી ગયા હતા. ચોમાસાની શરૂઆત થતાં જ કેટલીક જગ્યાએ રોડ ધોવાઈ જવાનું શરૂ થયું છે. તો કેટલાક સ્થળોએ પાલિકાના અન્ય કામો માટે રોડ ખોદી નાખવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટરોને હટાવીને નગર પાલિકાએ જાતે જ સીધો ખર્ચ કરીને બનાવેલા રોડમાં ચાર મહિનામાં જ ખાડા પડી જતાં નગર પાલિકાના વહિવટી અધિકારીઓ અને હોદ્દેદારો દ્વારા ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપ લાગ્યા છે. આ ઉપરાંત ભવિષ્યમાં મળતિયા કોન્ટ્રાક્ટરોને રસ્તાની મલાઈદાર કામગીરી આપી શકાય તે માટે પાલિકાએ ઈરાદાપૂર્વક નબળી કામગીરી કરી હોવાની પણ ચર્ચા છે.

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here