Wednesday, January 15, 2025
HomeGujaratAhmedabadભારતની 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાની સફરથી લાર્જ, મીડ અને સ્મોલ કેપમાં...

ભારતની 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાની સફરથી લાર્જ, મીડ અને સ્મોલ કેપમાં તકોનું સર્જન

Date:

spot_img

Related stories

સંગીત વાદ્ય “પખાવજ” ની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી, સંગીત...

અમદાવાદમાં રવિવારે એચ કે ઓડિટોરિયમ ખાતે આચાર્ય ગૃહ મંદિર...

ઊંધિયા વગર ઉત્તરાયણ તો અધૂરી જ લાગે! માત્ર અમદાવાદમાં...

ઉત્તરાયણના તહેવારને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે....

“પતંજલિ સ્કૂલ્સના એજ્યુકેશન ફેસ્ટ. 2025” માં ધ્યાનમ પ્રોડક્શન્સ દ્વારા...

અવલોકનની અનુભૂતિ કરાવવાના વિચાર સાથે પતંજલિ સ્કૂલ્સના અનુભવી શિક્ષકોના...

પતંગ રસિયા આનંદો : હવામાન ખાતાની આગાહી, પવનની ગતિ...

પતંગોત્સવ પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે...

રવિવારની રજા હોવાથી ફ્લાવર શૉમાં 80 હજાર લોકો ઉમટ્યા

રવિવારની રજા હોવાથી ફ્લાવર શૉમાં બાળકો સહિત 80 હજારથી...

કોઈને મોક્ષની આશા તો કોઈ આધ્યાત્મિક યાત્રા પર, મહાકુંભમાં...

આજે પોષ પૂનમના અવસરે મહાકુંભ 2025નો પ્રારંભ થઇ ગયો...
spot_img

ભારત 2027 સુધીમાં 5 ટ્રિલિયન ડોલરના જીડીપી તરફ આગળ વધી રહ્યું છે ત્યારે લાર્જ, મીડ અને સ્મોલ કેપ સેગમેન્ટ્સમાં નોંધપાત્ર રોકાણની તકો ઊભરી રહી છે.આ સંભાવનાના પ્રતિસાદરૂપે ગ્રો મ્યુચ્યુઅલ ફંડે તાજેતરમાં જ અમદાવાદમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં ગ્રો મ્યુચ્યુઅલ ફંડ ટીમે ગ્રો મલ્ટીકેપ ફંડ રજૂ કર્યું છે. આ ફંડ તમામ માર્કેટ કેપ (લાર્જ કેપ, મીડ કેપ અને સ્મોલ કેપ)માં રોકાણકારોને એક્સપોઝર ઓફર કરવા માટે બનાવવામાં આવ્યું છે. કાર્યક્રમમાં મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સને મલ્ટી-કેપ અભિગમ કેવી રીતે ભારતના ઊભરતા આર્થિક ક્ષેત્રને ઝડપવા ઇચ્છે છે તે અંગેની આંતરદ્રષ્ટિ પૂરી પાડી હતી અને તેમના ક્લાયન્ટ્સને સારી રીતે માર્ગદર્શન આપવા માટે સશક્ત કર્યા હતા.આ સેશન દરમિયાન ગ્રો મ્યુચ્યુઅલ ફંડની ટીમે ભારતની આર્થિક પ્રગતિને આગળ ધપાવતી મહત્વની વૃદ્ધિની તકો રજૂ કરી હતી. પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઈ) સ્કીમ અને મેક ઈન ઈન્ડિયા જેવી પહેલ દ્વારા પ્રેરિત નિકાસ વિસ્તરણથી ભારત વૈશ્વિક મંચ પર એક સ્પર્ધાત્મક દેશ બન્યો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અન્ય એક પરિબળ છે જેમાં રૂ. 111 લાખ કરોડની નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન (એનઆઈપી) વર્ષ 2025 સુધીમાં દેશમાં કનેક્ટિવિટી અને પ્રોડક્ટિવિટી સુધારે તેવી શક્યતા છે. આ ઉપરાંત, રિયલ એસ્ટેટ, ઓટોમોટિવ અને જ્વેલરી જેવા સેક્ટર્સમાં પ્રીમિયમ માલસામાનની વધતી માંગ ઉચ્ચ મૂલ્ય ધરાવતા વપરાશ તરફ ભારતના ઝોકને દર્શાવે છે.ગ્રો મ્યુચ્યુઅલ ફંડના સેલ્સ અને ડિસ્ટ્રિબ્યુશનના વડા મનિષ રંજને ગ્રો મલ્ટીકેપ ફંડ જેવી પ્રોડક્ટ્સ ભારતની વિકાસની સંભાવનાની કેવી રીતે એક્સેસ આપી શકે છે તે સમજવામાં રોકાણકારોને મદદ કરવામાં મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ કેવી મહત્વની ભૂમિકા ભજવી શકે છે તેના ઉપર ભાર મૂક્યો હતો. ભારતની કુલ એયુએમમાં તેના યોગદાન સાથે અમદાવાદ દેશમાં સાતમાં ક્રમે છે, જે દેશના રૂ. 68 લાખ કરોડ એસેટ બેઝમાં લગભગ 2.75 ટકા હિસ્સો ધરાવે છે. આ દર્શાવે છે કે આ ઊભરતી તકો દ્વારા રોકાણકારોને માર્ગદર્શન આપવામાં ડિસ્ટ્રીબ્યુટર્સ કેટલી મહત્વની ભૂમિકા ભજવી શકે છે.ડિજિટાઇઝેશન ટેક્નોલોજી, મેન્યુફેક્ચરિંગ અને કન્ઝ્યુમર સર્વિસીઝમાં વિકાસને વેગ આપી રહ્યું છે અને આર્થિક પ્રગતિ માટે નવા માર્ગો ઊભા કરી રહ્યું છે. આ ઉપરાંત મૂડી અને સહાયક નીતિઓની વધેલી એક્સેસથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફાઇનાન્શિયલ સર્વિસીઝ તથા આઈટી જેવા સેક્ટર્સમાં નાની અને મધ્યમ કદની કંપનીઓ આગળ વધી રહી છે. છેલ્લે, ઝડપી શહેરીકરણ વધતી શહેરી વસ્તીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે કન્ઝ્યુમર ગુડ્સ, હાઉસિંગ અને સર્વિસીઝમાં માંગમાં વધારો કરી રહ્યું છે.ભેગા મળીને આ વૃદ્ધિના ચાલકબળો લાર્જ, મીડ અને સ્મોલ કેપ કંપનીઓમાં મલ્ટી-સેક્ટર તકો પૂરી પાડી રહ્યા છે અને ભારતના આર્થિક વિસ્તરણ તથા સંપત્તિ સર્જન માટે મજબૂત પાયો નાંખી રહ્યા છે.ભારતની વિવિધ વિકાસ સંભાવનાઓનો લાભ લેવા માટે મલ્ટી-કેપ અભિગમ લાર્જ, મીડ અને સ્મોલ કેપ કંપનીઓમાં એક્સપોઝર પૂરું પાડે છે અને વ્યાપકતા આધારિત વૃદ્ધિ ઝડપે છે. ગ્રો મલ્ટીકેપ ફંડ વિવિધ સેક્ટર્સમાં તકો ઝડપવા માટે રોકાણકારોને મદદ કરે છે અને લાંબા ગાળાના સંપત્તિ સર્જનને ટેકો આપવા વાજબી વેલ્યુએશને ઉચ્ચ ગુણવત્તાવાળા સ્ટોક્સમાં રોકાણ કરે છે.ગ્રો મ્યુચ્યુઅલ ફંડનું લક્ષ્ય ડિસ્ટ્રીબ્યુટર્સને ભારતની આર્થિક વૃદ્ધિની સંભાવનાઓ ઝડપવા માટે રોકાણકારોને મદદ કરે તેવી રિસર્ચ આધારિત આંતરદ્રષ્ટિ અને પ્રોડક્ટ્સ પૂરી પાડવાનું અને તેમના ક્લાયન્ટ્સને વધુ સારી સેવાઓ આપવા માટે તેમને સશક્ત બનાવવાનું છે.ગ્રો મલ્ટીકેપ ફંડનો એનએફઓ 26 નવેમ્બર, 2024ના રોજ ખૂલીને 10 ડિસેમ્બર, 2024 સુધી ઉપલબ્ધ રહેશે. પોતાના ક્લાયન્ટ્સને આ તક ઓફર કરવામાં રસ ધરાવતા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ વધુ વિગતો માટે [email protected] પર ગ્રો મ્યુચ્યુઅલ ફંડની ટીમનો સંપર્ક કરી શકે છે.

સંગીત વાદ્ય “પખાવજ” ની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી, સંગીત...

અમદાવાદમાં રવિવારે એચ કે ઓડિટોરિયમ ખાતે આચાર્ય ગૃહ મંદિર...

ઊંધિયા વગર ઉત્તરાયણ તો અધૂરી જ લાગે! માત્ર અમદાવાદમાં...

ઉત્તરાયણના તહેવારને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે....

“પતંજલિ સ્કૂલ્સના એજ્યુકેશન ફેસ્ટ. 2025” માં ધ્યાનમ પ્રોડક્શન્સ દ્વારા...

અવલોકનની અનુભૂતિ કરાવવાના વિચાર સાથે પતંજલિ સ્કૂલ્સના અનુભવી શિક્ષકોના...

પતંગ રસિયા આનંદો : હવામાન ખાતાની આગાહી, પવનની ગતિ...

પતંગોત્સવ પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે...

રવિવારની રજા હોવાથી ફ્લાવર શૉમાં 80 હજાર લોકો ઉમટ્યા

રવિવારની રજા હોવાથી ફ્લાવર શૉમાં બાળકો સહિત 80 હજારથી...

કોઈને મોક્ષની આશા તો કોઈ આધ્યાત્મિક યાત્રા પર, મહાકુંભમાં...

આજે પોષ પૂનમના અવસરે મહાકુંભ 2025નો પ્રારંભ થઇ ગયો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here