નવી દિલ્હી: ભારતના લશ્કરે સોમવારે જણાવ્યું હતું કે દેશના અને ચીનના સૈનિકોની વચ્ચે ૨૦ જાન્યુઆરીએ સિક્કિમની સરહદે નાકૂ લા વિસ્તારમાં ‘મામૂલી ઘર્ષણ’ થયું હતું, પરંતુ સ્થાનિક કમાંડરોએ સમસ્યા વધુ વણસતી અટકાવી હતીઅગાઉ, ગયા વર્ષની પાંચમી મેથી પૂર્વ લદાખની સરહદે બન્ને દેશ વચ્ચે શરૂ થયેલું ઘર્ષણ લાંબો સમય ચાલ્યું હતુંભારતના લશ્કરે ટૂંકા નિવેદનમાં સંબંધિત માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રસારમાધ્યમે સંબંધિત અહેવાલને વધુ ખોટી રીતે ચગાવવો ન જોઇએ.ઉત્તર સિક્કિમમાંની સરહદની લાઇન ઑફ ઍક્ચ્યુઅલ ક્ધટ્રૉલ ખાતેની આ ઘટનાથી માહિતગાર લોકોએ જણાવ્યું હતું કે ચીનના સૈનિકોએ ભારતના પ્રદેશમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય જવાનોએ તેઓને અટકાવ્યા હતા.તેઓએ એમ પણ જણાવ્યું હતું કે બન્ને દેશના સૈનિકો વચ્ચે તડાતડી પણ થઇ હતી.અગાઉ, નાકૂ લા વિસ્તારમાં ગયા વર્ષે નવમી મેએ બન્ને દેશના સૈનિકોની વચ્ચે અથડામણ થઇ હતી.અણુશસ્ત્રો ધરાવતા એશિયાના આ બે દેશ વચ્ચે સરહદની લાઇન ઑફ ઍક્ચ્યુઅલ ક્ધટ્રૉલ અંદાજે ૩,૫૦૦ કિલોમીટર લાંબી છે