– જેમનું ભાષણ સાંભળીને વિરોધી પણ ચૂપ થઈ જતા હતા, તે સરસ્વતી પુત્ર આજે કાયમ માટે મૌન
– અટલજીની તસવીર છેલ્લીવાર 2015માં ત્યારે સામે આવી હતી જ્યારે તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ તેમને ભારત રત્ન આપ્યો હતો
– અટલજીએ 13 વર્ષ પહેલા સક્રિય રાજકારણમાંથી લીધો હતો સંન્યાસ, મુંબઈની રેલીમાં કરી હતી જાહેરાત
નવી દિલ્હીઃ ભારત રત્ન અને ત્રણ વખત વડાપ્રધાન રહેલાં અટલ બિહારી વાજપેયીનું નિધન થઈ ગયું છે. તેઓ 93 વર્ષના હતા. બે મહિનાથી તેઓ AIIMSમાં દાખલ હતા. વાજપેયીજી છેલ્લાં 9 વર્ષથી બીમાર હતા. લગભગ ઘરમાં બંધ વાજપેયીજી કોઈની સાથે વાત પણ કરતાં ન હતા. જેમનું ભાષણ સાંભળીને વિરોધી પણ ચુપ થઈ જતા હતા, તે સરસ્વતી પુત્ર આજે કાયમ માટે મૌન થઈ ગયાં છે.
અટલજીને યૂરિનરી ટ્રેક્ટમાં ઈન્ફેકશન પછી 11 જૂને AIIMSમાં દાખલ કરવામાં આવ્યાં હતા. તેમની માત્ર એક જ કિડની કામ કરતી હતી. 30 વર્ષથી અટલજીના અંગત ફિઝિશિયન ડો. રણદીપ ગુલેરિયાની દેખરેખ હેઠળ AIIMSમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. બુધવારે રાત્રે AIIMS દ્વારા જાહેર કરાયેલાં મેડિકલ બુલે
ટિનમાં કહેવામાં આવ્યું હતું કે અટલજીની તબિયત છેલ્લાં 24 કલાકમાં ઘણી જ બગડી ગઈ. તેઓને લાઈફ સપોર્ટ સિસ્મટ પર રાખવામાં આવ્યા હતા. ગુરૂવારે સવારે જાહેર કરાયેલાં બુલેટિનમાં AIIMSએ કહ્યું કે અટલજીની સ્થિતિમાં કોઈ જ સુધારો નથી.
રાષ્ટ્રપતિ-વડાપ્રધાને ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ આપી: – વાજપેયીજીના નિધનના સમાચાર બાદ વડાપ્રધાન મોદીએ તેમને શ્રદ્ધાંજલિ આપતાં 7 ટ્વીટ કર્યાં.
– વડાપ્રધાને લખ્યું કે, “હું નિઃશબ્દ છું, શૂન્યમાં છું, પરંતુ ભાવનાઓનો જ્વાર ઉમટી રહ્યો છે. અમારા બધાંના શ્રદ્ધેય અટલજી આપણી વચ્ચે ન રહ્યાં. આ મારા માટે અંગત ક્ષતિ છે. પોતાના જીવનની પ્રત્યેક પળ તેઓએ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. તેમનું જવું, એક યુગનો અંત છે. પરંતુ તેઓ અમને કહીને ગયાં છે- मौत की उमर क्या है? दो पल भी नहीं, जिंदगी सिलसिला, आज कल की नहीं। मैं जी भर जिया, मैं मन से मरूं, लौटकर आऊंगा, कूच से क्यों डरूं?’’
આ નેતાઓ પહોંચ્યા હતા AIIMS:- બે દિવસમાં વડાપ્રધાન મોદી ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂ, વાજપેયીના છ દશકા સુધી સાથી રહેલાં લાલકૃષ્ણ અડવાણી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, સુષ્મા સ્વરાજ, લોકસભા અધ્યક્ષા સુમિત્રા મહાજન, રાજસ્થાનના સીએમ વસુંધરા રાજે, સ્મૃતિ ઈરાની, સુરેશ પ્રભુ, જેપી નડ્ડા, મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણ, રામવિલાસ પાસવાન, ડો. હર્ષવર્ધન, જીતેન્દ્ર સિંહ, અશ્વનીકુમાર ચૌબે, જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા, બસપા પ્રમુખ માયાવતી અને અમર સિંહ AIIMS પહોંચ્યા હતા.
વાજપેયીજીની તબિયતમાં સુધારો થાય તે માટે દેશભરમાં થઈ હતી પ્રાર્થના:- દેશભરમાં અટલજીના સ્વાસ્થ્યમાં સુધારો થાય તેવી કામના લઈને પ્રાર્થનાઓ થઈ રહી છે. અનેક સ્થળે તેમના પ્રશંસક હવન કરી રહ્યા છે. આ પહેલા, મોડી રાત્રે એઇમ્સે અટલજીનો મેડિકલ બુલેટિન જાહેર કર્યો હતો. તેમાં જણાવ્યું હતું કે તેમની તબિયત છેલ્લા 24 કલાકમાં ઘણી બગડી ગઈ. તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. એઇમ્સે ગુરુવારે જણાવ્યું કે અટલજીની સ્થિતિ નાજુક બની રહી છે. અટલજીને યૂરિન ઇન્ફેક્શનની ફરિયાદ બાદ 11 જૂનના રોજ એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા 9 વર્ષથી બીમાર છે.
ત્રણ વાર વડાપ્રધાન બન્યા: વાજપેયી સૌથી પહેલા 1996માં 13 દિવસ માટે વડાપ્રધાન બન્યા. બહુમત સાબિત ન કરી કરવાના કારણે તેમણે રાજીનામું આપી દીધું. બીજા વાર તેઓ 1998માં વડાપ્રધાન બન્યા. સહયોગી પાર્ટીઓએ સમર્થન પરત લેવાના કારણે 13 મહિના બાદ 1999માં ફરી લોકસભા ચૂંટણી યોજાઈ. 13 ઓક્ટોબર 1999ના રોજ તેઓ ત્રીજી વાર વડાપ્રધાન બન્યા. આ વખતે તેઓએ 2004 સુધી પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો. 2014ના ડિસેમ્બરમાં અટલજીને ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી. માર્ચ 2015માં તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પ્રોટોકોલ તોડી અને અટલજીને તેમના ઘરે જઈને ભારત રત્નથી સન્માનિત કર્યા.
લાલ કિલ્લા પર ભાષણમાં મોદીએ અટલજીને કર્યા યાદ: 72મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર ભાષણ દરમિયાન નરેન્દ્ર મોદીએ અટલ બિહારી વાજપેયીને યાદ કર્યા હતા. મોદીએ કહ્યું કે, કાશ્મીર મુદ્દાનો ઉકેલ લાવતી વખતે અમે અટલજીના વિચારો પર ચાલીશું, જેઓ માનવતા, કાશ્મીરી અને ઝમહુરિયાત પર આધારિત હતા.
લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હતા વાજપેયીજી: એઇમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાની આગેવાનીમાં એક ટીમ સતત વાજપેયીજીના સ્વાસ્થય પર નજર રાખી રહી છે. એમ્સ તરફથી બુધવારે સાંજે રજૂ કરવામાં આવેલા હેલ્થ બુલેટિનમાં કહેવામાં આવ્યું હતું કે, તેમની સ્થિતિ નાજૂક છે. છેલ્લા 24 કલાકમાં તેમની તબિયતમાં કોઈ સુધારો થયો નથી. તેથી તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બુધવારે સાંજે હોસ્પિટલ પહોંચીને તેમની તબિયત વિશે માહિતી લીધી હતી.