Monday, May 26, 2025
HomeIndiaમનીપાલ એકેડમી ઓફ બીએફએસઆઈ અને એક્સિસ બેંકે બેંકિંગમાં જાતિ સમાવેશને આગળ વધારવા...

મનીપાલ એકેડમી ઓફ બીએફએસઆઈ અને એક્સિસ બેંકે બેંકિંગમાં જાતિ સમાવેશને આગળ વધારવા માત્ર મહિલાઓનું યુવા બેંકર્સ સમૂહ લોન્ચ કર્યું

Date:

spot_img

Related stories

કેએફસીની ન્યૂ વેલ્યૂ ઓફર સાથે એપિક ટેસ્ટ અને એપિક...

બધા ચિકન લવર્સને કેએફસી એપિક ઓફરનો લાભ લેવા આમંત્રણ...

ગિફ્ટ સિટી કેમ્પસ ખાતે જુલાઈ 2025 માટેના યુઓડબ્લ્યુ ઈન્ડિયા...

યુનિવર્સિટી ઓફ વોલોન્ગોન્ગ (યુઓડબ્લ્યુ) ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે...

ગુજરાતના પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે ઉત્તર પ્રદેશના નિર્માણાધીન ગંગા એક્સપ્રેસવે પ્રોજેક્ટમાં...

દેશના ગતિશીલ બાંધકામ ક્ષેત્રમાં અગ્રણી ફાળો આપનારી ગુજરાતની પટેલ...

ઓરાની નવી ડિઝાઈન અને આકર્ષક ઓફરો સાથેનું વેડિંગ કલેકશન...

ભારતની અગ્રણી ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ ઓરા ફાઈન જ્વેલરી તેનું...

ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજરે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને...

વિશ્વ પર્યાવરણ દિવસ - ૨૦૨૫ નિમિત્તે, ભાવનગર પરા સ્થિત...

સામાન્ય ચોમાસુ, નીચો ફગાવો અને કર કાપ માંગમાં વધારો...

ભારતમાં અત્યંત વિશ્વસનીય નાણાંકીય સેવા સંસ્થાઓમાંની એક એવી પીએલ...
spot_img

બીએફએસઆઈ સેક્ટર માટે ભારતના અગ્રણી લર્નિંગ સોલ્યુશન પ્રોવાઇડર મનીપાલ એકેડમી ઓફ બીએફએસઆઈ (MABFSI)એ Axis Bank Young Bankers Program Women’s-Only Cohort ના લોન્ચ માટે એક્સિસ બેંક સાથે તેની ભાગીદારી જાહેર કરી છે. આ વિવિધતા સમૂહનું એક્સિસ બેંક ખાતેના હ્યુમન રિસોર્સિસના હેડ અને પ્રેસિડેન્ટ રાજકમલ વેમ્પતી દ્વારા બેંગાલુરુમાં MABFSI કેમ્પસ ખાતે સત્તાવાર રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જે વૈવિધ્યસભર અને સમાવેશક વર્કફોર્સ ઊભું કરવા માટે બેંકની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે.એક્સિસ બેંક અને મનીપાલ એકેડમી ઓફ બીએફએસઆઈ વચ્ચેના સહયોગ ધ યંગ બેંકર્સ પ્રોગ્રામે છેલ્લા 12 વર્ષથી 16,000થી વધુ ગ્રેજ્યુએટ્સને સફળતાપૂર્વક તાલીમ આપી છે. નવા માત્ર મહિલાઓના સમૂહ રજૂ કરવા સાથે મહિલાઓની ભાગીદારીમાં નોંધપાત્ર વધારો થયો છે. આ પ્રોગ્રામમાં હવે 700 મહિલાઓનો સમાવેશ થાય છે જેમાં નાણાંકીય વર્ષ 2024-25 માટે જેન્ડર રેશિયો 31 ટકાથી વધીને 38 ટકા થયો છે જે અગાઉના સમૂહોની સરખામણીમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે. સમૂહોની સફળતા માપવા માટે MABFSI અને એક્સિસ બેંકે સતત આકારણી અને ચોક્કસ હસ્તક્ષેપો કરે છે. આ ઉપરાંત, જેન્ડર સેન્સેટાઇઝેશન, સ્ટ્રેસ મેનેજમેન્ટ અને કરિયર ડેવલપમેન્ટ પર વર્કશોપ દ્વારા શીખવાના અનુભવને વધારવામાં આવ્યો છે જેનાથી ગ્રેજ્યુએટ્સ સરળતાથી વર્કફોર્સ તરફ વળી શકે તે સુનિશ્ચિત થઈ શકે.

મનીપાલ એકેડમી ઓફ બીએફએસઆઈના બિઝનેસ હેડ અને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ આતાશ શાહે જણાવ્યું હતું કે અમે બેંકિંગ સેક્ટરમાં આગળ આવવા માટે જરૂરી કુશળતાઓ સાથે યુવા મહિલાઓને સશક્ત કરવા માટે એક્સિસ બેંક સાથે અમારી ભાગીદારી ચાલુ રાખતા આનંદિત છીએ. આ પ્રોગ્રામ એ સુનિશ્ચિત કરવા બનાવાયો છે કે ગ્રેજ્યુએટ્સ ન કેવળ તૈયાર છે પરંતુ તેમની બેંકિંગ કારકિર્દીમાં આગળ વધવા માટે સુસજ્જ પણ છે.એક્સિસ બેંકના હ્યુમન રિસોર્સિસના હેડ અને પ્રેસિડેન્ટ રાજકમલ વેમ્પતીએ જણાવ્યું હતું કે એક્સિસ બેંક ખાતે અમે એ સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છીએ કે મહિલાઓ વર્કફોર્સમાં હોય અને ખૂબ સારા બેન્કર્સમાં વિકસિત થાય. એક્સિસ બેંક યંગ બેન્કર્સ પ્રોગ્રામમાં અમારી ડાયવર્સિટી બેચમાં પ્રતિભાશાળી મહિલાઓના જૂથનો સમાવેશ થાય છે જેમાં 24 ટકા પરિણીત છે અને 44 ટકા 25 વર્ષથી વધુ ઉંમરની છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અમે સફળતાપૂર્વક અનેક યુવા મહિલાઓને સંકલિત કરી છે જે અમારી કામગીરીમાં નવો પરિપ્રેક્ષ્ય અને ઇનોવેટિવ સોલ્યુશન્સ લાવી છે. આગળ જતા અમે વ્યાપક ટ્રેનિંગ પ્રોગ્રામ્સ, મેન્ટરશિપ તકો અને સહાયક કામના માહોલ પૂરા પાડવા માટે પ્રતિભાઓમાં અમારું રોકાણ ચાલુ રાખવા પ્રતિબદ્ધ છીએ.એક્સિસ બેંક યંગ બેન્કર્સ પ્રોગ્રામ એ એક વર્ષનો વ્યાપક કોર્સ છે જેમાં બેંગલુરુમાં MABFSI કેમ્પસમાં ચાર મહિનાની ક્લાસરૂમ ટ્રેનિંગનો સમાવેશ થાય છે, જેમાં બેન્કિંગ ફંડામેન્ટલ્સ, સમગ્ર ભારતમાં એક્સિસ બેંકની શાખાઓમાં ત્રણ મહિનાની ઇન્ટર્નશિપ અને પાંચ મહિનાની ઓન-ધ-જોબ ટ્રેનિંગ આવરી લેવામાં આવે છે. પ્રોગ્રામ પૂર્ણ કરનાર સ્નાતકો મનીપાલ એકેડેમી ઓફ હાયર એજ્યુકેશન (MAHE) તરફથી બેન્કિંગ સેવાઓમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા મેળવે છે, જે તેમને ઉદ્યોગ-સંબંધિત જ્ઞાન અને કૌશલ્યોથી સજ્જ કરે છે. એક્સિસ બેંક, MABFSIના સહયોગથી આગામી બેચમાં 50 ટકા વિવિધતા હાંસલ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.

કેએફસીની ન્યૂ વેલ્યૂ ઓફર સાથે એપિક ટેસ્ટ અને એપિક...

બધા ચિકન લવર્સને કેએફસી એપિક ઓફરનો લાભ લેવા આમંત્રણ...

ગિફ્ટ સિટી કેમ્પસ ખાતે જુલાઈ 2025 માટેના યુઓડબ્લ્યુ ઈન્ડિયા...

યુનિવર્સિટી ઓફ વોલોન્ગોન્ગ (યુઓડબ્લ્યુ) ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે...

ગુજરાતના પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે ઉત્તર પ્રદેશના નિર્માણાધીન ગંગા એક્સપ્રેસવે પ્રોજેક્ટમાં...

દેશના ગતિશીલ બાંધકામ ક્ષેત્રમાં અગ્રણી ફાળો આપનારી ગુજરાતની પટેલ...

ઓરાની નવી ડિઝાઈન અને આકર્ષક ઓફરો સાથેનું વેડિંગ કલેકશન...

ભારતની અગ્રણી ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ ઓરા ફાઈન જ્વેલરી તેનું...

ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજરે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને...

વિશ્વ પર્યાવરણ દિવસ - ૨૦૨૫ નિમિત્તે, ભાવનગર પરા સ્થિત...

સામાન્ય ચોમાસુ, નીચો ફગાવો અને કર કાપ માંગમાં વધારો...

ભારતમાં અત્યંત વિશ્વસનીય નાણાંકીય સેવા સંસ્થાઓમાંની એક એવી પીએલ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here