Wednesday, March 11, 2026
HomeGujaratAhmedabadમહેસાણા અર્બન બેંકની ચૂંટણીમાં વિકાસના ૧૬ અને વિશ્વાસ પેનલના ૧ ઉમેદવારની જીત

મહેસાણા અર્બન બેંકની ચૂંટણીમાં વિકાસના ૧૬ અને વિશ્વાસ પેનલના ૧ ઉમેદવારની જીત

Date:

spot_img

Related stories

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...
spot_img

મહેસાણા : મહેસાણાની મહેસાણા અર્બન કો.ઓપ.બેંક લિમિટેડના ૧૭ બોર્ડ ઓફ ડિરેકટર્સની ૨૦૧૯થી ૨૦૨૪ના સમય માટે યોજાયેલી ચૂંટણી ભારે વિવાદાસ્પદ રહી હતી. ગતરોજ અર્બન બેંકના ૧૭ ડીરેકટરોની ચૂંટણી માટે થયેલા મતદાન બાદ નવ-નવ કલાક સુધી ચાલેલી મધરાત સુધીની મત ગણતરી બાદ પણ અસંતુષ્ટ ઉમેદવારોએ આક્ષેપો ચાલુ રાખ્યા હતા. અને રીકાઉન્ટીગની માંગ સાથે મધરાતે બે વાગે ચૂંટણી અધિકારી પર જ આક્ષેપબાજી શરુ થઇ ગઈ હતી.

મહેસાણા અર્બન બેંક કો.ઓપ. બેંક લીમીટેડના ૧૭ બોર્ડ ઓફ ડીરેક્ટર્સની ચૂંટણી માટે ગતરોજ સવારે ૮થી સાંજે ૪ વાગ્યા સુધી થયેલ મતદાન બાદ મોડી રાત્રી સુધી મત ગણતરી પૂર્ણ કરાઈ હતી. અને રાત્રે ૧૨ કલાકે પરિણામ જાહેર કરતા ભાજપ vજ ભાજપ પૈકી સત્તાધારી વિકાસ પેનલના ૧૬ ઉમેદવાર અને વિશ્વાસ પેનલના ૧ ઉમેદવારની જીત થઇ હતી. ડો.અનીલ પટેલ – ૧૫૯૫૦ મત, કાન્તીભાઈ પટેલ – ૧૫૮૭૭ મત, નરોત્તમભાઈ પટેલ – ૧૫૫૫૧ મત, ખોડાભાઈ પટેલ – ૧૫૫૨૫ મત, ગણપતભાઈ પટેલ – ૧૫૩૦૪ મત, ચંદુભાઈ પટેલ – ૧૫૨૧૦ મત, ઘનશ્યામભાઈ પટેલ – ૧૫૦૮૮ મત, કાનજીભાઈ પટેલ – ૧૫૦૪૧ મત, બાબુલાલ પટેલ – ૧૪૯૮૧ મત, જીતેન્દ્ર પટેલ – ૧૪૭૮૨ મત, ભાઈલાલભાઈ પટેલ – ૧૪૭૭૭ મત, ડાહ્યાભાઈ પટેલ ઉર્ફે ડી એમ પટેલ (વિશ્વાસ પેનલ)- ૧૪૭૨૮ મત, અમૃતલાલ પટેલ – ૧૪૪૮૦ મત, કિરીટ પટેલ – ૧૪૪૭૮ મત મહિલા અનામત ઉમેદવારઃ દિપીકાબેન પટેલ – ૧૪૭૯૮ મત, કોકીલાબેન પટેલ – ૧૪૭૧૫ મત અનુસુચિત જાતી અનામત ઉમેદવારઃ લક્ષ્‍મણભાઈ વણકર – ૧૪૯૪૩ મત આમ, ૧૬ ઉમેદવાર વિકાસ પેનલના અને ૧ ઉમેદવાર ડી એમ પટેલ વિશ્વાસ પેનલના એ જીત હાંસલ કરી હતી. ૭ વર્ષે યોજાયેલી મહેસાણા અર્બન બેન્કની આ ચૂંટણીમાં ભાજપ vજ ભાજપ પેનલો મેદાને હોવાથી ભ્રષ્ટાચાર અને કૌભાંડોના આક્ષેપો એકબીજા ઉપર કરવામાં આવી રહ્યા હતા. જા કે, ગત સાંજે ૫ કલાકે શરુ થયેલી નવ-નવ કલાકની મત ગણતરી બાદ પણ રાત્રે હારેલી પેનલના એકમાત્ર વિજેતા ઉમેદવાર ડી એમ પટેલે ચૂંટણી અધિકારી પર આક્ષેપો કર્યા હતા.

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here