Friday, April 18, 2025
HomeSpecialમાં

માં

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img
A happy Indian family

ઈશ્વરે પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌથી પ્રથમ માતા બનાવવાનું વિચાર્યું હશે ! અનન્વય અલંકારમાં કહીએ તો… 
વાત્સલ્યની મૂર્તિ એટલે મા, મા એટલે વાત્સલ્યની મૂર્તિ . 
એના જેવી વ્યકિત આ જગતમાં કયાંય મળે એમ નથી ! માતાનો જોટો જડવો. બાળકને જન્મ આપનાર અને એનું લાલનપાલન કરી જીવનનું સુયોગ્ય ઘડતર કરનાર માતાની મૂલ્યવાન સેવાનો બદલો કોનાથી વાળી શકાય એમ છે ? બાળક ઉદરમાં હોય ત્યારથી માંડીને એ મોટું ને સમજણું થાય ત્યાં સુધીમાં, અનેક કષ્ટો વેઠનાર અને પોતાના શરીર-સુખના ભોગે પોતાના બાળકની માવજત કરનાર માતાને જો ઈશ્વરે પેદા જ ના કરી હોય તો આપણું શું થાત ? કોણે લાલન પાલન કર્યુ હોત, કોણે આપણને સંસ્કાર આપ્યા હોત. કોણે આટલો પ્રેમ લૂટાવ્યો હોત.. માતાનુ મહત્વ તો તમે એકવાર જઈને અનાથાશ્રમમાં રહેતા બાળકોને જોઈને કે તેમની સાથે વાતચીત કરીને જોશો તો સમજાશે.  ખુદ ઈશ્વર પણ એની જોડે બેસી શકે તેવો નથી ! સાચે જ, જગતમાં સૌ સગા સ્નેહીજનો વચ્ચે માતાની ત્યાગનીમૂર્તિ, બલિદાનનીમૂર્તિ,સૌજન્યનીમૂર્તિ અને પ્રેમ/ત્યાગનીમૂર્તિ પૂનમના ચાંદ જેવી ઝળહળે છે. ? 

જગતમાં સર્વપ્રથમ અને બાળકના મુખમાંથી નિકળતો પ્રથમ જો શબ્દ હોય તો તે ‘મા’ ‘મમ્મા’છે.“જનનીની જોડ સખી નહિ જડે રે લોલ ! માતા એ માતા જ છે. પચેહે એ આઠ બાળકોની માતા હોય કે એકના એક સંતાનની ! માતાને મન એનુ પ્રત્યેક બાળક કાળજાનો કટકો છે. માતા ગરીબ ઘરની હોય કે શ્રીમંત ઘરની.. એના વાત્ય્સલયનુ ઝરણું તો અખૂટપણે વહ્યા જ કરે છે. વળી બાળક હ્રષ્ટપુષ્ટ અને દેખાવડુ જ હોય એ કાઈ જરૂરી નથી. માતાને મન તો એનુ લુલુ લંગડુ કે બહેરુ બોબડુ બાળક અપ્જ ગુલાબના ખીલેલા ગોટા જેવુ જ હોય છે. માતાને ઘડીને ઈશ્વરે હાથ ધોઈ નાખ્યા છે એમ કહીએ તો જરાય ખોટુ નથી.

બાળક માંદુ પડે. નિશાળેથી આવતા થોડુ મોડુ થાય કે કોઈ ચીજ મેળવવા માટે ધમપછાડા કરે ત્યારે માતા લાખ કામ પડતા મુકીને કેવી બેબાકળી અને ચિંતાતુર બની જતી હોય છે ! બાળકના સુખે સુખી અને બાળકના દુખે દુ:ખી 
થનારી, રાત દિવસ તેના હિતની પ્રાર્થના કરનારી માતા જેવી ત્યાગમૂર્તિ જગતમાં બીજી કોઈ છે ખરી ? જીવન નૈયાનુ સુકાન માતા છે. મા વિનાના બાલકોની સ્થિતિ અત્યંત દયાજનક અને અશ્ય હોય છે. રેટિયો કાતતી મા ઘોડે ચડતા બાપ કરતા હજાર દરજ્જે સારી છે. 
જીવનનુ સબરસ મા છે. એનો ત્યાગ એનુ વાત્સલ્ય 
એનુ માઘુર્ય એ તો સંતાનના જીવનની અણમોલ અદ્વિતીય મુડી છે. 

630-03483085 © Masterfile Royalty-Free Model Release: Yes Property Release: Yes Couple with their son in a park

આખા જગતનો આધાર માતાની આગળી છે .એની આંગળીમાં અભય છે. સામે વાઘ આવીને ઊભો હોય પણ દીકરાએ જો માની આંગળી ઝાલી હશે તો 
એને બીક નહી લાગે ! એની આંગળી નિર્ભય છે. ‘મા’ શબ્દ જ મમતાથી ભરેલો છે. પશુ હોય કે પક્ષી હોય માતાનો પ્રેમ એના પોતાનાં બચ્ચાં માટે અપાર હશે, ગાય પોતાના વાછરડાંને, કૂતરી પોતાનાં ગલૂડિયાંને. ચકલી પોતાનાં બચ્ચાંને,વાદરી પોતાનાં બચ્ચાને પ્રેમસ્નેહ કરતાં થાકતી નથી. કેવાં સાચવે છે,ચાટે છે અને ખવડાવે છે. 

જગતમાં દરેક મહાન પુરુષોના જીવન ઘડતરમાં તેમની માતાનો ફાળો અનન્ય અને અનમોલ રહ્યો છે. તે બાળકની પ્રેરણાદાત્રીની છે. નેપોલિયન જેવાને કહેવું પડેલું કે, “ એકમાતા એ સૌ શિક્ષકની ગરજ સારે છે.” માતા સંતાનના ચારિત્ર્યનું ઘડતર કરે છે,તે થકી સમાજનું અને રાષ્ટ્રનું ઘડતર થાય છે. આ “મા ”બનવુ પણ સહેલુ નથી કારણકે નવ માસના ગર્ભધાન પછી આકરી પ્રસૂતિની પીડા અને શિશુપાલનની અઢળક જવાબદારી એ અનેક બલિદાન માંગી લે છે. અને આ બધુ એક સંપૂર્ણ નિસ્વાર્થ ભાવનાથી માત્ર પોતાના દેવના દીધેલા માટે…..!!આટલુ જતન કરીને વખત આવે તો પેટે પાટા બાંધીને પુત્રનુ જતન કરનાર માતાને ઘડપણમાં જો પુત્ર તરફથી પ્રેમને બદલે તિરસ્કાર, સહારાને બદલે અપમાન મળે અને મદદને બદલે કુવચનો સાંભળવા મળે તો એ પુત્રને પુત્ર કહેવો કે પત્થર ? આટલુ થવા છતા માતા કાયમ પોતાના દીકરાને આશીર્વાદ જ આપતી રહે છે. તેથી જ તો કહેવાય છે કે “છોરું કછોરું થાય પણ માતા કુમાતા ન થાય. 

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here