અમદાવાદ: રાજસ્થાનના માઉન્ટ આબુમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ૦.૪ ડિગ્રી સેલ્સિયસ પર આબુ ઠરી ગયું છે. સિકર ખાતે ૪.૫, પિલાની ખાતે ૬.૪, જેસલમેર ખાતે ૭.૪, બિકાનેર ખાતે ૭.૬, ચુરુ ખાતે ૭.૭ અને ગંગાનગર ખાતે ૮.૯ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.હરિયાણા તથા પંજાબ સહિત દેશભરના જુદા જુદા ભાગોમાં ઠંડીનું મોજું પ્રસરી ગયું હોવાની માહિતી ભારતીય વેધશાળાએ આપી હતી. હરિયાણાના હિસારમાં ૬.૨ ડિગ્રી સેલ્સિયસ, ભિવાનીમાં૬.૪ ડિગ્રી સેલ્સિયસ અને રોહતકમાં ૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જોકે, કરનાલ અને અંબાલામાં ઠંડીનો પારો સામાન્ય કરતા થોડો વધુ એટલે કે ૧૦.૮ અને ૯.૫ ડિગ્રી સેલ્સિયસ પર સ્થિર થયોે હતો.