માનસિક બીમારીથી પીડિત લોકોની મદદ કરવા માટે દીપિકા પાદુકોણ પોતાના સ્ટાઇલિશ કપડાઓ અને ઍક્સેસરીઝની હરાજી કરશે.
૧૦ ઑક્ટોબરને વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ બીમારીથી પીડિત રોગીઓની મદદ કરવા માટે સામાન્ય લોકો પણ આગળ આવી શકે છે
આ પ્લૅટફૉર્મ પર લોકો તેના કપડાઓની હરાજીમાં ભાગ લઈ શકે છે.
આ પહેલનાં માધ્યમથી સારી સ્થિતિવાળા કપડાઓ વેચીને તેમાંથી જમા રકમનો ઉપયોગ જરૂરતમંદ લોકોની મદદ માટે કરવામાં આવશે અથવા તો સામાજિક સંસ્થાઓને દાન કરવામાં આવશે. આટલુ જ નહીં જે કપડા સારી સ્થિતિમાં નહીં હોય એને રિસાઇકલ કરીને ગરીબ લોકો માટે ધાબળા બનાવવામાં આવશે.
દીપિકાએ ૨૦૧૫માં ‘લિવ લવ લાફ’ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. એનાં માધ્યમથી તે વિવિધ સમાજ સેવાઓમાં સક્રિય રહે છે. આ નવી પહેલ વિશે જણાવતાં દીપિકાએ કહ્યું હતું કે ‘માનસિક બીમારી માટે લોકોમાં જાગૃકતા લાવવા વિશે હું હંમેશાંથી વિચારતી આવી છું. એથી જ મારા ક્લોસેટ દ્વારા મારા મનપસંદ કપડાઓ અને ઍક્સેસરીઝને મારા ફૅન્સ, ફ્રેન્ડસ અને શૂભચિંતકો સાથે શૅર કરવુ એ મારા એ જ વિચારનો એક નાનકડો પરંતુ અગત્યનો ભાગ છે.’
સૂર્યવંશી માટે હૈદરાબાદ ઊપડ્યો રણવીર
રણવીર સિંહ હાલમાં હૈદરાબાદમાં ‘સૂર્યવંશી’ના શૂટિંગ માટે ઉપડ્યો છે. તેણે સોમવારે રાતે બાંદરા કુલા કોમ્પ્લેક્સમાં ‘૮૩’ના શૂટિંગ પૂરું થતાં પાર્ટીમાં હાજરી આપી હતી.
આ પાર્ટી બાદ તે સીધો હૈદારાબાદ ઉપડ્યો હતો. હૈદરાબાદમાં તે અક્ષયકુમાર સાથે ‘સૂર્યવંશી’નું શૂટિંગ કરી રહ્યો છે. રોહિત શેટ્ટીના પોલીસ યુનિવર્સમાં તે ફરી જોવા મળશે. અજય દેવગન ‘સિંઘમ’ તરીકે, રણવીર ‘સિમ્બા’ તરીકે અને અક્ષયકુમાર ‘સૂર્યવંશી’ તરીકે જોવા મળશે
. અક્ષયે તેની ‘હાઉસફુલ ૪’નું ગીત ‘બાલા’ હૈદરાબાદમાં લૉન્ચ કર્યું હતું. ત્યાર બાદ તે રામોજી ફિલ્મ સિટીમાં ‘સૂર્યવંશી’નું શૂટિંગ કરી રહ્યો છે.
રણવીર એક અઠવાડિયા સુધી ત્યાં શૂટિંગ કરશે. ‘સિમ્બા’માં જે રીતે અજય દેવગન નાનકડા પાત્રમાં હતો એ જ રીતે આ ફિલ્મમાં પણ તે અને રણવીર નાનકડા પાત્રમાં જોવા મળશે.