ફેસબુકના ફાઉન્ડર અને દુનિયાના પાંચમા સૌથી અમીર વ્યક્તિ માર્ક ઝકરબર્ગે પોતાની સંપત્તિને લઈને એક ચોંકાવનારી ટિપ્પણી કરી છે. પોતાના કર્મચારીઓ સાથે એક મિટિંગમાં ઝકરબર્ગે કહ્યું હતું કે, કોઈની પાસે એટલી સંપત્તિ ન હોવી જોઈએ જેટલી તેમની પાસે છે.
- માર્ક ઝકરબર્ગની ચોંકાવનારી ટિપ્પણી
- પોતાની સંપત્તિને લઇ કરી આવી ટિપ્પણી
- કોઇને આટલું અમીર હોવાનો હક નથી
- સંપત્તિ રાખવાની એક મર્યાદા હોવી જરૂરી
પોતાની સંપત્તિને લઈને ઝકરબર્ગે કરી આવી ટિપ્પણી
વિશ્વના પાંચમાં સૌથી અમીર વ્યક્તિ માર્ક ઝકરબર્ગે પોતાની સંપત્તિને લઇ એક ચોંકાવનારી ટિપ્પણી કરી છે. 70 અરબ ડોલરની સંપત્તિના માલિક અને વિશ્વભરમાં સૌથી લોકપ્રિય સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકના ફાઉન્ડર ઝકરબર્ગે કહ્યું કે કોઇ પણ વ્યક્તિ પાસે આટલી વધારે સંપત્તિ રાખવાનો અધિકાર ન હોવો જોઇએ. ઝકરબર્ગે ફેસબુકના કર્મચારીઓ સાથે ટાઉનહોલ મીટિંગમાં કહ્યું કે મને નથી ખબર કે મારી પાસે કોઇ સ્કેલ છે કે કોની પાસે કેટલી સંપત્તિ હોવી જોઇએ. પરંતુ એક સંખ્યા સુધી પહોંચી ગયા બાદ કોઇ પાસે આટલી સંપત્તિ રાખવાનો અધિકાર ન હોવો જોઇએ.