Tuesday, November 26, 2024
Homenationalમુંબઇમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સર્જાયેલ સ્થતી

મુંબઇમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સર્જાયેલ સ્થતી

Date:

spot_img

Related stories

મહારાષ્ટ્રમાં ગંભીર અકસ્માત, વિદ્યાર્થીઓને લઈ જતી બસ પલટી ગઈ,...

મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં વિદ્યાર્થીઓ ભરેલી બસ પલટી જતા એક...

એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડે એચડીએફસી નિફ્ટી ઈન્ડિયા ડિજિટલ ઇન્ડેક્સ ફંડ...

ભારતના અગ્રણી મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસ પૈકીના એક એચડીએફસી મ્યુચ્યુઅલ...

ફતેગંજ બ્રિજ નીચે કચરાનાં ઢગલા અને ગંદકીના પ્રશ્નોનું નિરાકરણ,...

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હજુ તાજેતરમાં જ લાલબાગ, ફતેગંજ,...

પ્રોપર્ટી શેર એ ભારતની પહેલી SM REIT સ્કીમના રૂ....

અમદાવાદ: પ્રોપર્ટી શેર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (“PSIT”), ભારતના પ્રથમ રજીસ્ટર્ડ...

HMD નું નવું સાહસ – એમેઝોન પર રૂ. 15,999...

હ્યુમન મોબાઈલ ડિવાઈસીસ (HMD) એ રૉ ઇન્ડસ્ટ્રીઅલ સ્લીકને અદ્યતન...

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ખ્યાતિકાંડના 5 આરોપીઓની કરી ધરપકડ

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં નિર્દોષ દર્દીઓની ખોટી રીતે એન્જિયોગ્રાફી અને...
spot_img

ચાર-પાંચઓગષ્ટના દિવસે પણ કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી : મુંબઇમાં ટ્રેન સેવા ઠપ : સ્કુલો બંધ રાખવા હુકમ

મુંબઇ,તા. ૩
દેશના વાણિજ્ય પાટનગર મુંબઇમાં પણ ભારે વરસાદના કારણે હાલત કફોડી બની ગઇ છે,. શુક્રવારે મોડી રાત્રે વરસાદની શરૂઆત થયા બાદ આજે શનિવારના દિવસે પણ ભારે વરસાદ જારી રહ્યો હતો. સવારમાં મુંબઇના જુદા જુદા વિસ્તારોમાં જળબંબાકારની સ્થતી રહી હતી. હવામાન વિભાગે ચેતવમી આપતા કહ્યુ છે કે હજુ ચોથી અને પાંચમી ઓગષ્ટના દિવસે પણ મુંબઇમાં ભારે વરસાદ જારી રહેનાર છે. આવતીકાલ સુધી તંત્ર દ્વારા રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. મુંબઇ ઉપરાંત પશ્ચિમ અને મધ્ય મહારાષ્ટ્રમાં પણ રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. હવામાન વિભાગે અંદાજ મુક્યો છે કે ૪-૫ ઓગષ્ટના દિવસે ભારે વરસાદ થનાર છે. ભારે વરસાદ વચ્ચે પાલઘરમાં ક્લેકટર દ્વારા તમામ સ્કુલ અને કોલેજમાં રજાની જાહેરાત કરવામાં આવી છે. થાણે વેસ્ટમાં જુદા જુદા વિસ્તારમાં સવનારે જળબંબાકારની Âસ્થતી રહી હતી. કાંદિવલીમાં પણ પાણી ભરાઇ ગયા છે. સમગ્ર રાત્રી ગાળા દરમિયાન થયેલા વરસાદના કારણે મલાડમાં પાણી પાણીની Âસ્થતી સર્જાઇ છે. સેન્ટ્રલ રેલવેની ટ્રેન સેવાને અસર થઇ છે. મુંબઇ-ગોવા હાઇવે પર ટ્રાફિક જામની Âસ્થતી સર્જાઇ ગઇ છે. ભારે વરસાદના કારણે જાગેશ્વરીમાં વેસ્ટર્ન હાઇવે પર પાણી ભરાઇ ગયા છે. ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઇ ગયુ છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. જેથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મોનસુનની ધીમી ગતિથી શરૂઆત થયા બાદ હવે હવે ભારે વરસાદ થઇ રહ્યો છે. શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારો આજે જળબંબાકાર બની ગયા હતા. પાણી ભરાઇ જવાના કારણે ભારે અંધાધુંધી ફેલાઇ ગઇ હતી. ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તોફાની પવનની સાથે વરસાદ પડતા વિજિબિલિટી ઘટી ગઇ હતી. જેના કારણે લોકલ ટ્રેન સેવા પર અસર થઇ હતી. હવામાન વિભાગના કહેવા મુજબ મુંબઇ અને આસપાસના વિસ્તારો તેમજ મહરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. ભારે વરસાદના કારણે લોકલ ટ્રેન સેવા પણ ખોરવાઇ ગઇ છે. વિમાની સેવાને પણ અસર થઇ છે. હવામાન વિભાગે મુંબઇ અને આસપાસના વિસ્તારો માટે ભારે વરસાદને લઇને એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. બીજી બાજુ બીએમસી દ્વારા કોઇ પણ ઘટનાથી બચવા માટે લોકોને મેનહોલ ન ખોલવા માટે સુચના આપી છે. મુંબઇની લાઇફલાઇન સમાન ગણાતી લોકલ ટ્રેન સેવાને કોઇ વધારે અસર થઇ નથી. જા કે કેટલાક સ્થળો પર યાત્રીઓ અટવાઇ ગયા હતા. મુંબઇ મેટ્રોની સેવા યથાવત રીતે જારી રહી હતી. સેન્ટ્રલ લાઇન પર ટ્રેનો ૩૦ મિનિટ મોડેથી દોડી રહી છે. વેસ્ટર્ન રેલવે દ્વારા Âટ્‌વટ કરીને કહેવામાં આવ્યુ છે કે મુંબઇમાં મોનસુનની એન્ટ્રી થઇ ગઇ છે. વેસ્ટર્ન રેલવેના ઉપનગરીય વિસ્તારોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. લોકલ ટ્રેનો સામાન્ય રીતે ચાલી રહી છે. લાંબા સમયથી વરસાદની રાહ જાઇ રહેલા લોકોને વરસાદના કારણે મોટી રાહત થઇ છે. જા કે પાણી ભરાઇ જવાના કારણે તકલીફ પણ આવી રહી છે. અંધેરી અને સાયનમાં ભારે વરસાદ થયો છે. આ ઉપરાંત એરપોર્ટ, પવઇ, એસવી રોડ, વીરા દેસાઇ રોગ વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. જુહુમાં પણ પાણી ભરાઇ ગયા છે. જે વિસ્તારમાં જળબંબાકારની સ્થતિ સર્જાઈ ગઇ હતી તેમાં તમામ ભરચક રહેતા વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. વરસાદના પરિણામ સ્વરુપે ઉપનગરીય વિસ્તારોમાં લોકલ ટ્રેન સ્ટેશનો ઉપર જારદાર ભીડ જામી હતી. વરસાદ બાદ ટ્રાફિકની હાલત કફોડી બની હતી. પાલઘર જિલ્લામાં વિજળી પડવાથી આઠ વર્ષના એક બાળકનું મોત થયું હતું. આ બનાવ સકપોર ગામમાં બન્યો હતો. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી ૩૬ કલાક સુધી મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારો અને ખાસ કરીને મુંબઈ, થાણે, રત્નાગીરી અને આસપાસના વિસ્તારોમાં અતિભારે વરસાદ થઇ શકે છે. ભારે વ રસાદની ચેતવણી બાદ તંત્ર સાબદુ થઇ ગયું છે. સાથે સાથે દરેક વોર્ડ માટે એક Âટ્‌વટર હેન્ડલ બનાવવામાં આવ્યું છે જેના પર પોતાના વિસ્તારની સમસ્યાઓને રજૂ કરી શકાશે. મુંબઇ અને આસપાસના વિસ્તારો માટે રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવ્યા બાદ હવે તંત્ર સાબદુ છે. વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. ભારે વરસાદ છતાં હજુ સુધી સેન્ટ્રલ લાઇન પર ટ્રેન સેવાને કોઇ વધારે અઇસર થઇ નથી પરંતુ સાવચેતીના પગલારૂપે ગતિ ટ્રેનોની ધીમી કરવામાં આવી છે. હાલમાં મુંબઇમાં ભારે વરસાદના કારણે લોકોની હાલત કફોડી બની હતી. રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા ટ્રેન પાણીમાં ફસાઇ ગઇ હતી. જેમાંથી હજારો લોકોને બચાવાયા હતા. દરમિયાન મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે જુદા જુદા બનાવોમાં બેના મોત થયા છે અને ત્રણ લોકો લાપતા થયા છે. નવી મુંબઇના ખારઘરની યુવતિઓ પાંડવકડામાં ડ્રાઇવિંગ રેંજ નજીક મિત્રો સાથે ઝરણામાં ફરવા માટે ગઇ હતી. જે પૈકી ચાર યુવતિઓ ઝરણામાં તણાઇ ગઇ હતી. એકનો મૃતદેહ મળ્યો છે.

મહારાષ્ટ્રમાં ગંભીર અકસ્માત, વિદ્યાર્થીઓને લઈ જતી બસ પલટી ગઈ,...

મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં વિદ્યાર્થીઓ ભરેલી બસ પલટી જતા એક...

એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડે એચડીએફસી નિફ્ટી ઈન્ડિયા ડિજિટલ ઇન્ડેક્સ ફંડ...

ભારતના અગ્રણી મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસ પૈકીના એક એચડીએફસી મ્યુચ્યુઅલ...

ફતેગંજ બ્રિજ નીચે કચરાનાં ઢગલા અને ગંદકીના પ્રશ્નોનું નિરાકરણ,...

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હજુ તાજેતરમાં જ લાલબાગ, ફતેગંજ,...

પ્રોપર્ટી શેર એ ભારતની પહેલી SM REIT સ્કીમના રૂ....

અમદાવાદ: પ્રોપર્ટી શેર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (“PSIT”), ભારતના પ્રથમ રજીસ્ટર્ડ...

HMD નું નવું સાહસ – એમેઝોન પર રૂ. 15,999...

હ્યુમન મોબાઈલ ડિવાઈસીસ (HMD) એ રૉ ઇન્ડસ્ટ્રીઅલ સ્લીકને અદ્યતન...

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ખ્યાતિકાંડના 5 આરોપીઓની કરી ધરપકડ

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં નિર્દોષ દર્દીઓની ખોટી રીતે એન્જિયોગ્રાફી અને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here