
ટી 20 વર્લ્ડકપ જીત્યાં બાદ આજે ભારતીય ક્રિકેટ ટીમ દ્વારા મુંબઈમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. નરીમન પોઈન્ટથી વાનખેડે સ્ટેડિયમ સુધી ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ ખુલ્લી બસમાં સવાર થઈને વિક્ટરી પરેડ કરશે ટીમ ઈન્ડિયાની એક ઝલક માટે મુંબઈના રસ્તાઓ પર ભારે ભીડ ઉમટી હતી. ખાસ કરીને મરીન ડ્રાઈવમાં હજારોની સંખ્યામાં ભીડ એકઠી થઈ ગઈ હતી