
Bahraich Violence : ઉત્તર પ્રદેશના બહરાઈચમાં થયેલી હિંસાના બે મુખ્ય આરોપીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. બંને આરોપીઓ નેપાળ ભાગવાની ફિરાકમાં હતા. પોલીસની ટીમ ઘટનાના દિવસથી જ બંને આરોપીઓને શોધી રહી હતી. જોકે આજે પોલીસને બંને આરોપીઓનું લોકેશન મળી આવ્યું હતું, જેમાં બંનેને ટ્રેસ કરવામાં આવ્યા હતા. આરોપીઓનું નામ સરફરાજ અને ફહીમ છે.