નવી દિલ્હી, તા. ૨૯
ડિસ્કવરી ચેનલના લોકપ્રિય શો મેન વર્સેસ વાઇલ્ડમાં ટૂંક સમયમાં જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નજરે પડશે. ઇન્ટરનેશનલ ટાઇગર ડેના પ્રસંગે શોના સ્ટાર બેયર ગ્રિલ્સે પોતાના ટ્વટર એકાઉન્ટ ઉપર આ અંગેની માહિતી આપી હતી અને કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીની સાથે ભારતમાં વન્ય જીવ સંરક્ષણ માટે કરવામાં આવેલા ઉપાયોને લઇને ખાસ કાર્યક્રમ તૈયાર કર્યો છે. મોદી લોકપ્રિય શો પ્રજેન્ટરથી ભારતની વિશાળ કુદરતી વિવિધતા અને કુદરતી સંરક્ષણના વિષય ઉપર ચર્ચા વિચારણા કરતા નજરે પડશે. બેયર ગ્રિલ્સે Âટ્વટ કરીને કહ્યું છે કે, ૧૮૦ દેશોના લોકો ટૂંક સમયમાં જ મોદીના નવા પાસાને જાશે. મોદી બતાવશે કે કઇરીતે ભારતમાં વન્ય જીવોના સંરક્ષણ માટે જાગૃતતા અભિયાન અને ભૌગોલિક પરિવર્તન માટે કામ થઇ રહ્યું છે. મેન વર્સેસ વાઇલ્ડમાં તેમની સાથે મોદીને ડિસ્કવરી પર ૧૨મી ઓગસ્ટના દિવસે જાઈ શકાશે. વિડિયોમાં મોદી બિલકુલ અલગ અંદાજમાં નજરે પડી રહ્યા છે. તેઓ ખુશખુશાલ મુદ્રામાં દેખાઈ રહ્યા છે. મોદીના મિજાજ મુજબ સ્પોટ્ર્સ ડ્રેસમાં તેઓ દેખાઈ રહ્યા છે. ગ્રિલ્સની સાથે નાનકડી નૌકામાં નદી પાર કરતા, વન્યોમાં આગળ વધતા નજરે પડી રહ્યા છે. શિકાર અને બીજા કામો માટે ગ્રિલ્સ પોતાના શોમાં વન્ય વિસ્તારોમાં રહેલી ચીજાથી જ સાધન બનાવે છે અને નાની ઝલક પણ પ્રમોશન વિડિયોમાં છે. ડિસ્કવરી ઉપર પ્રસારિત થનારા આ શોને દુનિયાના સૌથી લોકપ્રિય શો તરીકે ગણવામાં આવે છે. આમા અનેક લોકો ભાગ લઇ ચુક્યા છે. બરાક ઓબામા પણ ભાગ લઇ ચુક્યા છે. ઓબામા ગ્રિલ્સની સાથે અલાસ્કા ફ્રન્ટીયર પર દેખાયા હતા.