
આમ તો વરસાદમાં લપસવાના ડરથી લોકો બૂટ કે ચંપલ પહેરતા હોય છે પણ બૂટમાં પાણી જવાને કારણે અને ભીના બૂટ તમને ખૂબ જ અન્કમ્ફર્ટેબલ ફીલ કરાવે છે.

ચપ્પલ વરસાદમાં યોગ્ય છે પણ તે તમારા લૂકને બગાડી દે છે, એવામાં અમે તમને જણાવીએ કે વરસાદની સીઝનમાં તમે સ્ટાઇલિશ અને કમ્ફર્ટેબલ સ્લીપર વિશે જે તમને ઓછા બજેટમાં મળી જશે, અને સરળતાથી મોનસૂનમાં વાપરી શકો છો.

આ સ્લીપર પહેરીને તમે વરસાદના દિવસોમાં સારું અનુભવ કરશો. વરસાદી ચપ્પલોને ન પલળવાનો ભય હોય છે કે ન તો કૅરી કરવામાં કોઈ તકલીફ.

આ રીતે રેઇની સ્લીપર તમારા પગને કીચડથી પણ બચાવશે અને તમને લપસવાથી પણ બચાવશે.ક્લૉગ સેન્ડલ વરસાદની સીઝનમાં સૌથી સારો વિકલ્પ છે. આમાં તમારા પગને આરામ આપવાની સાથે સ્ટાઇલિશ લૂક પણ મળે છે અને તમે આ ફૂટવેર ફોર્મલ સિવાય દરેક ડ્રેસિંગ સ્ટાઇલ પર કેરી કરી શકો છો.