એટલે કે સરકારે એક નોકરી આપવા ખર્ચી નાખ્યા 80 લાખ રૂપિયા
રોજગાર કચેરીઓમાં 37,80,679 શિક્ષિત અને 1,12,470 અશિક્ષિત ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું
મધ્યપ્રદેશમાં બેરોજગારી ચરમ પર છે. એક એક પદ માટે હજારો ઉમેદવારો લાઈનોમાં છે. અનેક પરીક્ષાઓ રદ થઈ રહી છે. સરકાર દર વર્ષે 1 લાખ નોકરી આપવાનો દાવો કરે છે. જ્યારે રાજ્યની રોજગાર કચેરીને ચલાવવા પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરાઈ રહ્યો છે. પણ ત્યાંથી બેરોજગારોને ફક્ત નિરાશા જ મળી રહી છે. રાજ્યમાં 1 એપ્રિલ 2020થી આવી ઓફિસોને ચલાવવા પાછળ 16.74 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે.
લાખો લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું અને ફક્ત 21ને જ મળી નોકરી
આવી રોજગાર કચેરીઓમાં 37,80,679 શિક્ષિત અને 1,12,470 અશિક્ષિત ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જ્યારે સરકારી નોકરી ફક્ત 21 ઉમેદવારોને જ મળી છે. એટલે કે એક સરકારી નોકરી માટે સરકારે લગભગ 80 લાખ રૂપિયા નો ધુમાડો કરી નાખ્યો છે. કોંગ્રેસના સવાલ પર ગૃહમાં સરકારે લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.
તેમ છતાં સરકારમાં સામેલ લોકો નીચું જોવા માગતા જ નથી, સત્ય તો સ્વીકારો
જોકે સમગ્ર મામલે પછાત વર્ગ કલ્યાણ આયોગના અધ્યક્ષ ગૌરીશંકર બિસેને કહ્યું કે રાજ્યમાં ફરી વખત શિવરાજ સરકાર ચૂંટાશે. જ્યારે મુખ્યમંત્રીએ ગૃહમાં કહ્યું છે કે અમારી સરકાર ની કથની અને કરનીમાં અંતર નથી. અમે કહી રહ્યા છીએ કે રોજગારી આપી રહ્યા છીએ તો તમે તપાસ કરાવી શકો છો. જ્યારે પૂર્વ મંત્રી પીસી શર્માએ સરકાર સામે પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે આ પૈસાનો વેડફાટ છે. સરકારના મંત્રીઓ દેવું લઈને ઘી પી રહ્યા છે. મધ્યપ્રદેશમાં તંત્ર પડી ભાંગ્યું છે. આ સરકાર નથી સર્કસ છે. અહીં કાયદો અને કાયદેસર હોવાનો કોઈ મતલબ જ રહ્યો નથી.
તાજેતરમાં 10થી 12 પદોની ભરતી માટે હજારો યુવાનો ઉમટ્યાં હતા
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મધ્યપ્રદેશના શિવપુરી, ઉજ્જૈન જિલ્લા કોર્ટમાં માળી, પટાવાળો, વોચમેન, ડ્રાઇવર અને સ્વીપર બનવા માટે બેરોજગારોને જોબ મેળામાં ભાગ લેવા મંત્રિત કરાયા હતા. માત્ર 10થી 12 પદો માટે હજારો યુવાનો ઇન્ટરવ્યૂ આપવા આવી ગયા હતા. . અહીં લાઈનમાં ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ પણ લાગી ગયા હતા. જ્યારે સરકાર કહે છે કે તે દર મહિને રોજગાર દિવસ બનાવશે.