આસામમાં હિંમતા બિશ્વ સરમાની સરકારે માત્ર 2 વર્ષમાં જાહેરાતો પાછળ ખર્ચ્યા રુ.130.59 કરોડ

0
2

ગત સરકાર સાથે તેની તુલના કરીએ તો સર્બાનંદ સોનોવાલની સરકારે તેના પાંચ વર્ષના કાર્યકાળમાં 125.6 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા

આસામ સરકારની તરફથી વિધાનસભામાં આ માહિતી આપવામાં આવી હતી

આસામમાં હિમંતા બિશ્વ સરમાની સરકારે બે વર્ષોમાં જાહેરાતો પાછળ 130.59 કરોડ રૂપિયાનો ધુમાડો કરી નાખ્યો. ગત સરકાર સાથે તેની તુલના કરીએ તો સર્બાનંદ સોનોવાલની સરકારે તેના પાંચ વર્ષના કાર્યકાળમાં 125.6 કરોડ રૂપિયા. ખર્ચ કર્યા હતા. આસામ સરકારની તરફથી વિધાનસભામાં આ માહિતી આપવામાં આવી હતી. 

અપક્ષના ધારાસભ્યએ કર્યો સવાલ 

અપક્ષ ધારાસભ્ય અખીલ ગોગોઈના સવાલના જવાબમાં માહિતી અને જન સંપર્ક મંત્રી પિયુષ હજારીકાએ કહ્યું કે મુખ્યમંત્રી હિમંતા બિશ્વ સરમાની વર્તમાન સરકારે 2021-22 અને 2022-23 ત્યાં જાહેરાતો માટે તેમના વિભાગને કુલ 132 કરોડ રૂપિયા જારી કર્યા હતા. 

DIPRએ કેટલી જાહેરાતો આપી

માહિતી અનુસાર સૂચના તથા જનસંપર્ક વિભાગ (DIPR)એ ગત બે નાણાકીય વર્ષોમાં જુદા જુદા માધ્યમો પર અત્યાર સુધી 130.59 કરોડ રૂપિયાની જાહેરાતો આપી છે. હજારિકાએ આગળ એ પણ જણાવ્યું કે પૂર્વ મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલના કાર્યકાળ દરમિયાન ભાજપ સરકારે ડીઆઈપીઆરને 132.3 રૂપિયા ફાળવ્યા હતા. 

ક્યાં ક્યાં જાહેરાતો અપાઈ? 

2016-17 થી 2020-21 સુધી તમામ સરકારી જાહેરાતો નો કુલ ખર્ચ  125.6 કરોડ રૂપિયા હતો. સોનોવાલ હાલમાં કેન્દ્ર સરકારમાં મંત્રી છે. મંત્રી પિયુષ હજારીકાએ જણાવ્યું કે આ જાહેરાતો અખબાર, મેગેઝીન, ટીવી ચેનલ, એફએમ રેડીયો અને અન્ય મીડિયામાં આપવામાં આવી હતી. આસામમાં 2016 માં ભાજપ સત્તામાં આવ્યો હતો ત્યારથી જાહેરાતો પાછળ 256.19 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો છે. 

એન્કાઉન્ટરની પણ માહિતી અપાઈ

અગાઉ વિધાનસભામાં માહિતી આપવામાં આવી હતી કે મેં 2021 માં હિમંતા બિશ્વ સરમાના આસામના મુખ્યમંત્રી બન્યા બાદથી પોલીસ કસ્ટડીમાં 66 આરોપીઓએ જીવ ગુમાવ્યા અને 158 ગવાયા હતા. એઆઈયુડીએફના ધારાસભ્ય અશરફૂલ હુસેનના એક સવાલના લેખિત જવાબમાં મુખ્યમંત્રી શર્માએ કહ્યું કે 10 મે 2021 થી 28 ફેબ્રુઆરી 2023 વચ્ચે પોલીસ સાથેની અથડામણમાં 35 આરોપીઓએ જીવ ગુમાવ્યા અને અન્ય 12 ઘવાયા હતા. તેમણે કહ્યું કે આ ઉપરાંત પોલીસના ગોળીબારમાં 26 લોકોએ જીવ ગુમાવ્યા અને 146 અન્ય ઘવાયા હતા.