વિજય માલ્યાને લંડનના પૉશ વિસ્તારમાં આવેલા પોતાના ઘરને બચાવવા મામલે મોટો ઝટકો લાગ્યો છે. સ્વિસ બેંક યુબીએસ દ્વારા પોતાના દેવાની વસૂલી માટે જપ્તી વિરુદ્ધ તેમની કાયદાકીય ટીમ દ્વારા આપવામાં આવેલી દલીલોને યુકે હાઈકોર્ટે ફગાવી દીધી છે.
બેંકે ગિરવે મૂકેલા 2.04 કરોડ પાઉન્ડના દેવાની ચૂકવણી ના કરવા પર સેન્ટ્રલ લંડનના કૉર્નવૉલ ટેરેસ આવેલી સંપત્તિને જપ્ત કરવાની માગ કરી હતી. આ સંપત્તિને યુકે હાઈકોર્ટે વિજય માલ્યા, તેમના પરિવાર અને યુનાઈટેડ બ્રેવરીજ ગ્રૂપ કૉર્પોરેટ ગેસ્ટ માટે ઉચ્ચ વર્ગનું મકાન ગણાવ્યુ હતુ.
જોકે આ મામલે સુનાવણી આવતા વર્ષે મેમાં નક્કી છે. હાઈકોર્ટે બુધવારે યુબીએસની અરજીના પક્ષમાં ચુકાદો આપ્યો. ત્યાં યુબીએસે પોતાના નિવેદનમાં કહ્યુ કે યુબીએસ નિર્ણયથી ખુશ છે. કાર્યવાહી ચાલી રહી છે એવામાં કોઈ ટિપ્પણી કરવી યોગ્ય નથી.
બે દિવસની સુનાવણી બાદ જજ ચીફ માસ્ટર માર્શે પોતાના ચુકાદામાં કહ્યુ કે અહીં એવો કોઈ આધાર નથી. જેના કારણે અરજીકર્તાને પોતાના બચાવની તક આપવામાં આવશે નહીં.