મુંબઇ: મોટાભાગના અંડરગ્રેજ્યુએટ કોર્સની પહેલા સત્રની પરીક્ષા પૂરી થયાની સાથે હવે આ શૈક્ષણિક વર્ષનું બીજું સત્ર પહેલી જાન્યુઆરીથી ૩૧ મે સુધીનું રહેશે, એવી સ્પષ્ટતા મુંબઇ યુનિવર્સિટીએ શુક્રવારે કરી હતી.
તેથી યુનિવર્સિટી સાથે સંકળાયેલી કૉલેજોને પહેલી જૂનથી ૧૩મી જૂનથી આપવામાં આવ્યું હોવાથી આ વર્ષે સામાન્ય દિવસો કરતાં વેકેશનમાં ૧૩ દિવસનો ઘટાડો કરવામાં આવ્યો હોવાથી શિક્ષક વર્ગે નારાજગી વ્યક્ત કરી હોવાનું જાણવા મળ્યું હતું.
આર્ટ્સ સાયન્સ અને કૉમર્સની કૉલેજો સિવાય ઇન્ટરડિસિપ્લિનરી સ્ટડીઝ સહિતની તમામ ફેકલ્ટીએ સાતમી ઑગસ્ટથી ૩૧ ડિસેમ્બર સુધીનું પહેલું સત્ર પૂર્ણ કર્યું છે. હવે બીજું સત્ર પહેલી જાન્યુઆરીથી ૩૧ મે સુધીનું રહેશે અને જૂન મહિનાના પહેલા ૧૩ દિવસ રજા જાહેર કરવામાં આવી હોવાનું યુનિવર્સિટીએ જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યું હતું. વર્તમાન શૈક્ષણિક સત્રનો વિલંબ આગામી સેમિસ્ટરને અસર ન કરે તે માટે ઉનાળું વેકેશન ટૂંકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.